આ ડૉગને મારવા મથે છે ઘણા બધા લોકો, કારણ જાણી ને ચોકી જશો!

0

દુનિયામાં સૌથી વફાદાર પ્રાણી કોઈ હોઈ તો સ્વાભાવિક રીતે આ નામ ડોગ નું જ હોઈ, આ ડોગ નો ઉપયોગ મોટાભાગના દેશોની આર્મી, પોલીસ, સરકાર, રો, અને અન્ય અમુક એજન્સી કરતી હોય છે, ત્યારે આવા જ એક ડોગને અમુક દેશો મારવા માંગે છે, ત્યારે જુવો કેમ ખાસ છે એ ડોગ, શુ કામ એને અન્ય દેશો મારવા માંગે છે. અચૂક જાણો અને હા ખાસ કમેન્ટ કરજો કે તમને કયી બ્રિડ નું ડોગ ગમે છે.

ગજબ છે આ ડૉગના પરાક્રમો

સુપરસ્ટાર ધર્મેન્દ્રનો ‘કૂત્તે મૈ તેરા ખૂન પી જાઉંગા…’ ડાયલોગ તો તમને બધાને યાદ હશે જ. તે ઘણી ફિલ્મોમાં આ ડાયલોગ બોલી ચૂક્યા છે. પણ જર્મનીનો એક ડૉગ છે, જેના જોરદાર પરાક્રમો બાદ ઘણા લોકો સાચેમાં તેના ‘ખૂન’ ના તરસ્યા છે! અમે વાત કરી રહ્યાં છીએ કરોડોની રકમ સૂંઘી પકડી લેનારા જર્મનીના ખાસ કસ્ટમ એજન્ટની. આ એજન્ટ એક ડૉગ છે, જેનું નામ લ્યૂક છે. લ્યૂક જર્મનીના ડુસેલડૉર્ફ એરપોર્ટ પર તેનાત રહે છે. તે એટલો ચપળ છે કે, તેની નાક નીચેથી કોઈપણ ગેરકાયદેસર વસ્તુ લઈ જવી અશક્ય છે.

લ્યૂકના કામથી અધિકારીઓ છે ખુશ.

લ્યૂકને કસ્ટમ વિભાગ જૉઈન કર્યાને માત્ર ત્રણ મહીના થયા છે. તેમ છતા તેણે પોતાના જબરદસ્ત કામથી અધિકારીઓને ખુશ કરી દીધા છે. રિપોર્ટ અનુસાર, જર્મનીના પશ્ચિમ શહેર ડુસેલડૉર્ફ પર પેટ્રોલિંગ દરમિયાન લ્યૂકે સૂંઘીને 7,45,000 યૂરો (આશરે 6 કરોડ રૂપિયા) ની રકમનો પત્તો લગાવ્યો હતો. જ્યારે શરૂ થઈ હતી લ્યૂકની ટ્રેનિંગ.

લ્યૂકને 2018 માં એક ખાસ પ્રોગ્રામ માટે રિક્રૂટ કરવામાં આવ્યો હતો. ત્યારે તે 2 વર્ષનો હતો. આ લાંબી ટ્રેનિંગ દરમિયાન લ્યૂકને જુદા-જુદા દેશોની નોટોની ગંધના આધારે તેની મોટી માત્રા વિશે પત્તો લગાવવાનું શિખવવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2018 માં આ ટ્રેનિંગમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ લ્યૂકે ત્રણ મહીનામાં મોટી રકમ લઈને જતા આશરે 12 લોકોને પકડ્યા છે.

આ દેશોની નોટો ફટાફટ સૂંઘી લે છે.

લ્યૂકનું નાક ખૂબ તીવ્ર છે. ઘણી વખત તો તેણે 10,000 યૂરોથી ઓછી રકમને પણ સરળતાથી સૂંઘી લીધી છે. લ્યૂક યૂરો, ડૉલર અને પાઉન્ડ સૂંઘવામાં સ્હેજ પણ ચૂક કરતો નથી. જણાવી દઈએ કે, બધી નોટોથી ગંધ અલગ-અલગ હોય છે, જે ખાસ કાગળ અને સહીથી બનાવવામાં આવે છે.

આ કારણે આવા ડૉગ્સની જરૂર પડે છે.

અસલમાં, જર્મનીના કાયદામાં 10 હજાર યૂરોથી વધુની કેશ સાથે દેશમાં એન્ટ્રી કરવી ગેરકાયદેસર છે. યૂરોપિયન સંઘની બહારથી જર્મનીમાં આટલી મોટી રકમ લઈને આવનારા લોકોને તેનું લેખિતમાં વિવરણ આપવું પડે છે. કસ્ટમ વિભાગના પ્રવક્તા મિષાએલ વાલ્કે જણાવ્યું કે, ‘લ્યૂક કેશની તસ્કરી રોકવામાં ખૂબ મદદગાર સાબિત થયો છે.’ જણાવી દઈએ કે, લ્યૂક જેવા ઘણા સ્નિફર ડૉગ્સ બૉમ્બ શોધવા માટે ટ્રેઈન કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here