મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો

0

મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો

આજ ના આધુનિક યુગ માં ક્યારેય બાળક ને મોબાઈલ આપવો પુખ્ત વય ની ઉંમર પછી મોબાઈલ આપવો જોઈએ.

મોબાઈલ થી બાળક ની આખો ને કેટલું નુકસાન થયું વાંચો અહેવાલ નીચે

મોબાઈલ ફોન કોઈ બાળકની આંખ પર કેટલી મોટી અસર કરી શકે તેનો અમદાવાદનો એક કિસ્સો આંખ ઉઘાડી દે તેવો છે.

અમદાવાદના એક બાલમંદિરમાં સિનિયર કે.જી.માં ભણતો એક પાંચેક વર્ષનો છોકરો સતત મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતો. તે એક મિનિટ પણ ફોનને અળગો ના કરે. જુદી જુદી ગેમ્સ રમ્યા જ કરે. ઘરે પણ એ જ હાલત.

અચાનક એક દિવસ એવું થયું કે તેની બન્ને આંખોની કીકી નાકની બાજુ આવી ગઈ. એમ કહો કે એ છોકરો અર્ધ અંધજન થઈ ગયો. તેનું વિઝન એકદમ સીમિત થઈ ગયું. આંખના ડોક્ટરોને બતાવ્યું તો તારણ એવું મળ્યું છે જ્યારે એ બાળક ૧૮ વર્ષનો થશે ત્યારે ઓપરેશન કરીને તેની કીકીઓને સરખી કરી શકાશે. ત્યાં સુધી તેને સીમિત વિઝનથી કામ ચલાવવું પડશે.

માની ના શકાય તેવી વાત હવે આવે છે. એ બાળકનાં માતા અને પિતા બન્ને ડોક્ટર છે! ડોક્ટર માતા પિતાનું પાંચ વર્ષનું બાળક મોબાઈલ ફોનના અતિરેકથી કામચલાઉ રીતે દિવ્યાંગ (અંધ) થયું. આંખ ઉઘાડી નાખે તેવો આ કિસ્સો છે. (માતા-પિતા બન્ને ડોક્ટર હોવાથી પોતાના હોસ્પિટલમાં અત્યંત વ્યસ્ત (અસ્તવ્યસ્ત એમ વાંચો) રહેતાં હતાં અને પોતાના બાળકને બિલકુલ સમય આપી શકતાં નહોતાં. બાળક આખો દિવસ મોબાઈલ ફોન લઈને તેના પર ગેમ્સ રમ્યા કરતું હતું. તેનું આ પરિણામ આવ્યું.

આ કિસ્સામાં બાળકનો ઓછો વાંક છે. મોબાઈલ ફોન તો આ કિસ્સામાં બિલકુલ નિર્દોષ છે. આ ઘટના માટે જો સાૈથી વધુ જવાબદાર હોય તો તેનાં બેજવાબદાર માતાપિતા છે. તેમણે ધ્યાન રાખવાની જરૃર હતી.

જોકે એ એકલાં માતાપિતા જ આવાં છે, એમ પણ નથી. ઘરે ઘરે ગેસની સગડી જેવી સ્થિતિ છે. બધે આમ જ છે. નાનાં બાળકો મોબાઈલ ફોનને ચોંટેલાં જ રહે છે. કોઈનું માનતાં નથી.

બાળકો ના માને તોય, તેમના હિતમાં, તેમના આરોગ્યના હિતમાં માતાપિતાઓએ (પહેલાં પોતે ફોનનો મર્યાદિત ઉપયોગ કરવાનું શીખી લીધા પછી) બાળક પર કડક થવું જ જોઈએ. બાળકોને પ્રેમથી, શાંતિથી, ધીરજથી સમજાવવાં જોઈએ. જો ના સમજે કે ના માને તો કડક અને સખત કડક થઈને મોબાઈલ ફોનથી તેમને અળગાં જ રાખવાં જોઈએ.

આ કામ અઘરું છે, પણ અશક્ય નથી. જો આપ બાળકોના આરોગ્યના હિતમાં માનવાવાળાં હોવ તો પ્લીઝ, આ લખાણને વધુને વધુ લોકો સુધી પહોંચાડો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here