પાકિસ્તાનને જવાબ આપવા હવે મોદી કરશે એવું કામ…આખું પાકિસ્તાન થથડી ઉઠશે

0

જમ્મુ કાશ્મીરના પુલવામામાં પર થયેલા આતંકી હુમલા વિશે રાખવામાં આવેલી કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટીની બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી પણ સામેલ થયા હતા.

આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી. CSS ની બેઠક પછી અરુણ જેટલી અને નિર્મલા સીતારમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમાં અરુણ જેટલીએ જણાવ્યું કે, આ બેઠકમાં પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત CSS ની બેઠક પછી મોદી સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) નો દરજ્જો છીનવી લીધો છે.

જમ્મુ કાશ્મીરના લેથપોરામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 44 જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ NIAને સોંપવામાં આવી છે. એનઆઈએની 12 સભ્યોની ટીમ શુક્રવારે હુમલાવાળી જગ્યાએ ફોરેન્સિક પુરાવા ભેગા કરવા જશે. આ ટીમમાં એક આઈજી રેન્કના ઓફિસરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

સૌથી મોટો આતંકી હુમલો મોદી સરકાર માં જમ્મુથી શ્રીનગર જતી સીઆરપીએફની 78 ગાડીઓના કાફલા પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ કાફલામાં 2547 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. વિસ્ફોટકથી ભરેલી ગાડી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલાં ઓક્ટોબર 2001માં કાશ્મીર વિધાનસભા ઉપર પણ આ પ્રકારનો જ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 38 લોકોના મોત થયા હતા.

હવે પૂરો દેશ જ્યારે શહીદ જવાનો ના બદલો લેવાની માગ કરી રહ્યો છે પૂરો દેશ જીવ બારી રહ્યો છે લોકો માં ખૂબ રોષ પાકિસ્તાન સમક્ષ છે ત્યારે નરેન્દ્ર મોદી એ એવું નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન નો MFN દરજજો રદ કરી દીધો છે અને પહેલા તો તેમને શહીદો ને નમન કર્યા અને 2 મિનિટ નું મૌન ધારણ કર્યું. પછી કહયુ કે પૂરો દેશ આજે શહીદો ના બદલાની માંગ કરી રહ્યું છે પૂરો દેશ માં રોષ ભભકી ઉઠ્યો છે આ હુમલા બાદ અમે પણ આ હુમલા ની નિંદા કરી એ છે દરેક શહીદ જવાન ના લોહી ના એક એક ટીપા નો બદલો જરૂર લઈશ.

પીએમ એ પુલવામા ના આતંકી હુમલામાં શહિદ યુવાનો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને કહ્યું કે જેમણે દેશની સેવા કરતા પોતાના પ્રાણ ત્યજી દીધા છે, દુઃખ ની આ ઘડી માં મારી સંવેદનાઓ તેઓના પરિવારોની સાથે છે. પીએમ એ કહ્યું કે દેશ ના સૈનિકો ના શૌર્ય પર તેની બહાદુરી પર પૂરો ભરોસો છે. મોદી જી એ કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકો નું લોહી ઊકળી રહ્યું છે. પીએમ એ કહ્યું કે આતંકીઓ ખુબ જ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે આ હુમલા માટે તેઓને સજા જરૂર મળશે. મોદી જી એ કહ્યું કે આ સમયે દેશમાં કઈક કરી બતાવાની ભાવના જાગી છે.સુરક્ષા બળ ને પુરી છૂટ આપી દેવામાં આવી છે.

મોદી જી એ કહ્યું કે પુરી દુનિયામાં અલગ થઇ ચુકેલો આપણો પાળોશી દેશ એ સમજી રહ્યો છે કે આ ષડયંત્ર થી તે આપણા માં અસ્થિરતા ઉદ્દભવવામાં કામિયાબ થઇ જાશે તો તે શક્ય નથી. મોદી એ કહ્યું કે પાકિસ્તાન ભારત ને ક્યારેય પણ અસ્થિર નહિ કરી શકે. મોદી એ કહ્યું કે તે આલોચના કરનારાઓની ભાવનાઓને સમજી રહ્યા છે, અને તેઓને આવું કરવાનો પૂરો અધિકાર છે. મોદી એ કહ્યું કે, મારો દરેક સાથીઓને અનુરોધ છે કે, આ ખુબ જ સંવેદનશીલ અને ભાવુક સમસ્યા છે. માટે રાજનીતિક દળો થી દૂર રહો. આ હુમલામાં દેશ એકસાથે મુકાબલો કરી રહ્યો છે.

આ (અવાજ) વિશ્વભરમાં જાવો જોઈએ મોદી એ ભરોસો અપાવતા કહ્યું કે, “સાથીઓ, પુલવામાં હુમલા ના પછી, હવે સ્થિતિ અને વિસ્તાર દુઃખ અને સાથે જ આક્રોશ નો પણ છે. આવા હુમલામાં દેશ હટીને મુકાબલો કરશે, હવે તે રોકાવાનો નથી એક એક લોહી ના ટીપા નો બદલો લેવાનો છે”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here