શહીદો નો બદલો લેવા મોદી સરકારે કર્યો આ જબરદસ્ત પ્લાન હવે પાકિસ્તાન તારી ખેર નથી, જુવો કેવો પ્લાન તૈયાર કર્યો

0

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં CRPF ના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવા અને આતંકીઓને જડમૂળથી નાબૂદ કરવા ભારતીય સેના સુસજ્જ છે.

હવે આતંકીના આકાઓને ઠાર કરવાનો પણ સમય આવી ગયો છે. આતંકીઓના આકા એટલે કે મસૂદ અઝહરનું ઓપરેશન પુરુ પાડવા માટે તખ્તો તૈયાર છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NSA અજીત ડોભાલે અમેરિકી સેનાના પૂર્વ અધિકારી સાથે ચર્ચા કરી છે.

જેમાં આતંકી આકા મસૂદ અઝહરને તેના જ સ્થળ પર ઠાર કરવામાં આવશે. અને તેના માટે પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.

અમેરિકન નેવી સીલ કમાન્ડોઝે પાકિસ્તાનમાં 2011 માં ઓપરેશન પુરુ પાડ્યું હતું. 2011માં 2 જી મેએ એબોટાબાદમાં લાદેનમાં ઠાર કરવામાં આવ્યો હતો. પુલવામા હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આડકતરી રીતે કહી દીધું છે કે સમય અને સ્થળ અમે પસંદ કરીશું. પણ બદલો તો લેવામાં આવશે જ ત્યારે જોવું એ રહ્યું કે અમેરિકાએ જેમ લાદેનને તેના જ ઘરમાં ઘુસીને ઠાર માર્યો હતો. તેમ ભારત પણ શું મસૂદ અઝહરને તેના જ ઘરમાં ઘુસીને ઠાર મારવાનો પ્લાન તો નથી બનાવી રહ્યું ને કારણ કે મસૂદ અઝહર હવે ભારતનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે અને તેના પર કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના યવતમાલમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં સંત-મહંતોને યાદ કર્યા. પીએમ મોદીની આ સભામાં સીએમ ફડણવીસ ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ સંબોધનની શરૂઆત મરાઠીમાં કરી હતી.

પુલવામા હુમલા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ યવતમાલની રેલીમાં મોટી જાહેરાત કરી.

પીએમ મોદીએ જણાવ્યું કે પુલવામાના ગુનેગાર છુપાઇ શકશે નહીં, સજા જરૂર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન ઘણું મહત્વપૂર્ણ માનવમાં આવી રહ્યું છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના યવતમાલમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો.

પીએમ મોદીએ સંબોધન કરતા પુલવામાના શહીદોને યાદ કર્યા. પીએમ જણાવ્યું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય. મને ખબર છે આતંકી હુમલાને લઇને દેશમાં રોષ છે.

અમે સુરક્ષાબળોને ખુલ્લી છુટ આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે શહીદોના પરિવારોનું પીડા હું સમજી શકું છે. પીએમએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા. મોદીએ કહ્યું કે ધૈર્ય રાખો દેશના જવાનો જવાબ આપશે. હવે સમય અને સ્થડ અમે નક્કી કરીશું.

NSA એ અમેરિકા પાસે માંગી માહિતી.

ઉલ્લેખનીય છે કે 9/11 અમેરિકા હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનને ઠાર મારવા માટે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને તેના જ સ્થળે જઈને ઠાર માર્યો હતો.

આ ઑપરેશન અમેરિકન નેવી સીલ કમાન્ડોઝે પાર પાડ્યું હતું. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભારત આ જ રીતે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને ઠાર મારવા એક ઑપરેશન પૂરું કરવા માંગે છે. જેના કારણે ભારતે અમેરિકા પાસે આ પ્રકારના ઑપરેશનની માહિતી માંગી હતી.

આ એક ભૂલના કારણે જવાનો થયા શહીદ, શ્રીનગરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ એ કારણો શોધવાના પ્રયાસો તેજ થઈ ગયા છે જેના કારણે દેશના સપૂત શહીદ થયા છે. ત્યારે એક નિયમ એ પણ સામે આવ્યો છે જેમાં છૂટ આપવાના કારણે આટલો મોટો હુમલો ન અટકાવી શક્યા. 2002-03 માં પહેલા જવાનોના કાફલા માટે સુરક્ષા કડક હતી. અને જવાનોના કોન્વોય સાથે સિવિલયન વાહનોને પસાર નહોતા થવા દેવાતા. આ સાથે જ દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. જોકે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ 2002-05 દરમિયાન મુફ્તી મહમ્મદ સઈદની સરકાર દરમિયાન આ નિયમોમાં છૂટ આપવામાં આવી.

જેમાં સિવિલિયનોને હેરાનગતિ થતી હોવાનો હવાલો આપીને સિવિલિયનને છૂટ આપવામાં આવી હતી અને કાફલાની સાથે સિવિલયન વાહનો ચલાવવાની મંજૂરી આપી હતી. આ જ ભૂલ છે જેના કારણે આટલો મોટો હુમલો થઈ શક્યો. જો વાહન ચેકિંગ ચાલું હોત તો આટલો મોટો હુમલો અટકાવી શક્યા હોત.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here