મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનને થશે રૂ. 3,000 કરોડનું નુકસાન

0

ભારત સરકાર તરફથી આર્થિક ક્ષેત્રે ઘણાં એવા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે જેનાથી પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. પહેલાં તો ભારત સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો છે.

ત્યારપછી પાકિસ્તાનથી આવનારી પ્રોડક્ટ પર આયાત વેરો વધારી દીધો છે. હવે સરકાર ફરી એક નિર્ણય લીધો છે જેનાથી પાકિસ્તાનને 3 હજાર કરોડનું નુકસાન થવાની શક્યતા છે.

સરકાર રૂ. 3,000 હજાર કરોડના શત્રુ શેર્સ વેચશે: હકીકતમાં કેન્દ્ર સરકારે શત્રુ સંપત્તિ અધિનિયમ અંર્તગત 3,000 હજાર કરોડના શત્રુ શેર્સ વેચવાની તૈયારી શરૂ કરી છે. આ તે શેર્સ છે જેનો માલિકી હક એવા લોકો પાસે છે જે ભાગલા વખતે ભારત છોડીને જતા રહ્યાં છે.

સરળ ભાષામાં કહીએ તો જે લોકો પાકિસ્તાનમાં છે અને તેમના શેર્સ ભારતીય બજારમાં બેકાર પડ્યા છે. તો આવા શેર્સને ભારત સરકાર વેચી શકે છે. સરકારનો આ નિર્ણય ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણકે હવે સરકારે તે શેર્સ વેચવાનો નિર્ણય કર્યો છે.

શત્રુ શેર્સ બનાવવા સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવશે

આ માટે સરકાર તરફથી એક ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ શત્રુ શેર્સના વેચાણ માટે શેર્સની સંખ્યા અને કિંમતની ભલામણ કરશે. આ સમિતિમાં સીનિયર સરકારી અધિકારીઓ પણ સામેલ છે. ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટીફિકેશન પ્રમાણે આ સમિતિના પ્રમુખ સંયુક્ત રીતે ગૃહ સચિવ અને ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક પ્રોપર્ટી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સચિવ બનશે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ મોદી સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો છે. તેનો અર્થ અવો થયો કે, સરકાર હવે પાકિસ્તાનના વેપાર મામલે કોઈ પણ પ્રકારની છૂટ નહીં આપે. તે ઉપરાંત ઈસ્લામાબાદથી આવનાર દરેક વસ્તુઓ ઉપર 200 ટકા આયાત વેરો લગાવી દેવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ દ્વીપક્ષીય વેપાર 2017-18 માં 2.41 અબજ ડોલર રહ્યો હતો. આ દરમિયાન ભારતે 48.85 કરોડ ડોલરનો સામાન પાકિસ્તાન પાસેથી આયાત કર્યો છે, જ્યારે 1.92 અબજ ડોલરના સામાનની નિકાસ કરી છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here