Loading...

‘મમ્મી એક વાત કહુ? રમણ સર ગંદા અડપલાં કરે છે’, રજા લેવા જઉં ત્યારે કપડાં ઉતારવાનું કહે છે

0

આજ ના સમય માં છોકરીઓ ને એક અલગ જ નજર થી જોવામાં આવે છે આજ ના સમય માં રેફ, મર્ડર ના કિસ્સા ખૂબ વધી ગયા છે અને આજ ના સમય માં દરેક સ્ત્રી પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે અને આજ ના સમય માં જાતીય સતામણી ના કિસ્સા પણ ખૂબ વધી ગયા છે. ખાસ કરી ને સ્કૂલ, કોલેજો માં આવા કિસ્સા વધારે જોવા મળતા હોય છે અને હાલ માં જ એવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.

શહેરના ફતેપુરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષક દ્વારા વિર્દ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણી કરવામાં આવતી હોવાની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાતા પોલીસે શિક્ષક વિરૃધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

શહેરના ફત્તેપુરા- હાથીખાના આવેલી કવિ સુંદરમ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 માં આશરે 450 બાળકીઓ હાલ અભ્યાસ કરી રહી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં શિક્ષક રમણભાઈ ચંદુભાઈ માછીની બદલી કરી આ શાળામા મૂકવામા આવ્યો હતો. દરમિયાન ફ્રેન્ડશીફ ડે પછીના દિવસોથી તે શાળાની વિર્દ્યાર્થીનીઓ સાથે શારિરીક અડપલાં કરી તેમની છેડછાડ કરતો હતો અને છોકરીઓ સાથે ગંદી વાતો કરતો હતો.

તાજેતરમાં છેલ્લા ત્રણ દિવસથી છેડછાડનો આ ક્રમ યથાવત જળવાઈ રહ્યો હતો. શિક્ષક દ્વારા વિર્દ્યાર્થીનીઓ જયારે બાથરૃમમાં જાય ત્યારે તેમની પાછળ જતો હતો. બાથરૃમ બંધ હોય ત્યારે બાથરૃમના બારણાં નીચેથી ડોકીયા કરતો હતો. શિક્ષક રમણ માછી કલાસ રૃમમાં મોબાઇલ ઉપર બિભત્સ ફિલ્મોજોતો હતો અને સ્કૂલ ની છોકરીઓ ને પણ એવી અભદ્ર ફિલ્મો જોવાનું કહેતો હતો

બિભત્સ ફિલ્મોજોતો હતો

આ શિક્ષક ગંદી ફિલ્મો જોઈએ ને સ્કૂલ ની છોકરીઓ સાથે દુર્વ્યવહાર કરતો હતો અને આવી ફિલ્મો વિર્દ્યાર્થીનીઓને જોવા માટે દબાણ કરતો હતો. વિર્દ્યાર્થીનીઓ કલાસરૃમમાં બેઠી હોય ત્યારે તેમના શરીર સાથે છેડછાડ કરતો હતો.

આ અંગે વિર્દ્યાર્થીનીઓએ પોતાના વાલીઓની જાણ કરતા હોબાળો મચી ગયો હતો. જયારે આ અંગેની ફરિયાદ એક વિર્દ્યાર્થીની માતાએ સિટી પોલીસ મથકે નોંધાવતા પોલીસે શિક્ષક રમણ માછી વિરૃધ્ધ 354, 509, 506 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને એને રિમાન્ડ પર લીધો હતો.

મમ્મી એક વાત કહુ? રમણ સર ગંદા અડપલાં કરે છે

આ શિક્ષક છોકરીઓ ને ખૂબ ટોર્ચર અને અભદ્ર વ્યવહાર કરતો હતો અને એમાંની એક વિદ્યાર્થિનીએ તેની માતાને ફરિયાદ કરતા કહ્યું હતું કે ‘મમ્મી મારા ક્લાસ ટીચર રમણ સર મને અને મારી બહેનપણીઓને ફ્રેન્ડશીપ ડે બાદ પરેશાન કરી રહ્યા છે. સર ગંદી હરકતો કરે છે. વિદ્યાર્થિનીની માતાએ વાત તેમના પતિને કરી હતી. બાદમાં પતિએ સ્કૂલમાં જઈ હોબાળો મચાવ્યો હતો. અને શિક્ષણ ને ખૂબ ગાળો આપી હતી.

રજા લેવા જતી વિર્દ્યાર્થીનીને કપડાં ઉતરવાનું કહેતો.

આ શિક્ષક જ્યારે છોકરીઓ ને ટોર્ચર સાથે કપડાં ઉતારવાનું પણ કહેતો હતો. શાળામાં અભ્યાસ કરતી વિર્દ્યાર્થીની જયારે શિક્ષક રમણ માછી પાસે રજા લેવા જાય ત્યારે તે વિર્દ્યાર્થીનીઓને તેમના કપડાં ઉતારો પછીજ રજા આપીશ તેમ કહી શિક્ષક પોતાના કપડાં ઉતારીને વિર્દ્યાર્થીનીઓ સમક્ષ અશ્લીલ ઇશારા કરતો હતો.

જયારે મોબાઇલની બ્લ્યુ ફિલ્મ પ્રમાણે કામ કરવા માટે કહેતો હતો. જયારે પ્રિન્સીપાલને આ અંગે ફરિયાદ કરશોતો નપાસ કરવાની ધમકી વિર્દ્યાર્થીનીઓને આપતો હતો.અને આમ કહી ને વિદ્યાર્થીનીઓ ને ડરવતો હતો.

શિક્ષક રમણ માછી બીજી વાર ફરજમાંથી સસપેન્ડ કરાયો

શિક્ષક રમણભાઈ માછી અગાઉ દુલા કાગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તે સમયે પણ તેણે શાળાની વિર્દ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યા હતા. તે વેળાં પણ વાલીઓએ શિક્ષકની ફરીયાદ કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

જયારે હવે ફતેપુરા -હાથીખાનાની કવિ સુંદરમ પ્રાથમિક શાળામાં પણ આ કૃત્ય કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.અને એની સામે જરુરી કાર્યવાહી કરવા પણ ત્યાં ના લોકો એ કહ્યું છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here