નીતિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું ?

0

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું આજે રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે રાજીનામું આપી દીધુ છે. કેટલાએ દિવસથી એવી અટકળોએ જોર પકડ્યું હતું કે, નીતિનભાઈને હવે સંગઠનમાં લઈ જવાશે.

સુમાહિતગાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતિ અનુસાર, નીતિનભાઈ પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકી દેવામાં આવવાનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરી લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાણકારી અગાઉથી થઈ જતા નીતિનભાઈ પટેલે સૌપ્રથમ બાબુ બોખિરિયા, સિ કે રાઉલજી તથા પુરુષોત્તમ સોલંકી સાથે બેઠક યોજી પક્ષમાં તેમને થઈ રહેલા અન્યાય સામે વિરોધ નોંધાવવા માટે યોજના ઘડી કાઢી હતી. આ યોજનાના એક ભાગ રૂપે નીતિનભાઈએ કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ રાજકીય ગરમાવો એટલી હદે વધી ગયો છે કે, અગામી દિવસોમાં નીતિનભાઈ પટેલના વડપણ હેઠળ કોંગ્રેસ ગુજરાતમાં સરકાર રચે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. આ માટે જરૂરી નાણાકીય સહયોગ, મળી રહે તે હેતુસર નીતિનભાઈએ તેમના કેટલાક હિતેચ્છુઓને યોગ્ય સમયે જરૂરી મદદ પુરી પાડવાનું પણ જણાવ્યું હોવાનું ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-માર્ચમાં જ્યારે નવી સરકારની રચના થઈ રહી હતી ત્યારે વિજય રૂપાણી કે નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી બને તે અંગે ભારે હુંસાતૂસી જોવા મળી હતી.

ગુજરાતમાં અગામી દિવસોમાં પ્રવાહી રાજકીય પરિસ્થિતિને થાળે પાડવાના હેતુસર આવતીકાલે એટલે કે, તા 25 મેના રોજ કેન્દ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમમાં નીતિનભાઈ સામે મોરચો ખોલવામાં પ્રદિપસિંહ જાડેજાની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે.

જોકે નીતિન પટેલે મામલે જે સમાચાર ફેલાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા ટ્વીટર દ્વારા કરી છે. જે અહીં દર્શાવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here