કોંગ્રેસ ઉપવાસના નાટક બંધ કરે, મગફળીમાં કોઇ કૌભાંડ નથી થયું: જીતુ વાઘાણી

0

મગફળીના મુદ્દે જીતુ વાઘણીએ આજે અચાનક ભાવનગરમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. કોંગ્રેસના આક્ષેપો ફગાવી દીધા હતા એમને કહ્યું હતું કે મગફળીમાં કોઈ કૌભાંડ થયું નથી. કોંગ્રેસ ઉપવાસના નાટક બંધ કરે. તેમણે કહ્યું હતું કે, મગફળીના મામલે કોંગ્રેસ મગરના આંસુ રોવાનું બંધ કરે.

વાઘાણીએ કહ્યું કે, મગફળીની ખરીદીએ કૌભાંડ નથી તેમજ કોંગ્રેસના શાસનમાં ક્યારેય મગફળીનો જથ્થો એટલો ખરીદ્યો નથી અને હવે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે. તાજેતરમાં 4.5 લાખ ટન મગફળી વેપારીઓએ ખરીદી કરી છે પણ ક્યાંય ફરિયાદ આવી નથી.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં અશાંતિ દોહલવાનું કામ કરે છે અને કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે છે.

મહત્વનું છે કે, રાજકોટમાં જેતપુરના મગફળીના ગોડાઉનમાંથી બોરીઓમાંથી માટી અને કાંકરા મળી આવ્યા હતા. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ દ્વારા મગફળીકાંડ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી જેતપુરના જયશ્રી ગોડાઉન ખાતે ધરણા પર ઉતર્યા છે. આ દરમિયાન ધારાસભ્ય લલિત વસોયા પણ ધરણામાં જોડાયા હતા. આ ધરણામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. સિટીંગ જજ દ્વારા તપાસ કરવાની માગ સાથે કોંગ્રેસના નેતાઓ ધરણા પર ઉતર્યા છે.

વિપક્ષના નેતાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, આ પહેલા સરકારી ગોડાઉનોમાં આગ લાગી હતી. સરકારે પુરાવાનો નાશ કરવા માટે ષડયંત્ર રચ્યુ છે.

ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યુ છે કે, આ મામલે દોષિતોને સજા આપવામાં આવશે.. ભાજપ અથવા કોંગ્રેસના કોઈ સભ્ય હોય તમામ સામે કાર્યવાહી થશે.

કેવી રીતે થાય છે કૌભાંડ?

પહેલા સરકાર ખેડૂતો પાસેથી ઓછા ભાવે એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદે છે. બાદમાં તેને વિવિધ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરેલી આ મગફળી બાદમાં વેપારીઓને વેચવામાં આવે છે. આ આખી પ્રોસેસ દરમિયાન લેભાગુ તત્વો લાભ ઉઠાવવા માટે મગફળીની બોરીઓમાં ધૂળ અને માટી ભેળવી દે છે, અને તેટલી મગફળી બીજે ક્યાંક સગેવેગ કરી દે છે. ધૂળ અને કાંકરાને કારણે વેપારીઓ પણ આ મગફળી ખરીદતા નથી, અંતમાં સરકારને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.

અત્યાર સુધી કયા કયા કૌભાંડ બહાર આવી ચુક્યા છે?

ગોંડલઃ 2 ફેબ્રુઆરી, 28 કરોડની મગફળી બળીને ખાક

રાજકોટઃ 14માર્ચ, 17 કરોડના બારદાન બળીને ખાક

શાપરઃ 6 મે, 4 કરોડથી પણ વધુની મગફળી બળીને ખાક

જેતપુરઃ 31 જુલાઈ, મગફળીની ખરીદીનું કૌભાંડ

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here