પાકિસ્તાન ની નફ્ફટાઈ LOC નજીક વધુ એક બ્લાસ્ટ, સેના ના એક મેજર શહીદ – વાચો પૂરો અહેવાલ

0

જમ્મૂ-કાશ્મીર પુલવામામાં CRPF ના 2500 જવાનોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં 40 જવાનોની શહીદ થયાની શ્યાહી હજી સુકાઈ પણ નથી ત્યાં અવળચંડા પાકિસ્તાને વધુ એક નાપાક હરકતને અંજામ આપ્યો છે. LOC નજીક વધુ એક બ્લાસ્ટ થયો છે.

LOC ને અડીને આવેલા રાજૌરીમાં આજે બપોર બાદ વધુ એક વિસ્ફોટ થયો છે. જેમાં સેનાના એક મેજર શહીદ થયા છે. આમ પુલવામા હુમલાને હજી 72 કલાક જેટલો પણ સમય નથી થયો ત્યારે આતંકીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે, તેમાં 42 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, ઉરી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું પરિણામ શું આવ્યું. દેશવાસીઓને સૌથી મોટો સવાલ એ છે કે, આતંકવાદીઓના સફાયા માટે હાથ ધરવામાં આવેલાં વિવિધ ઓફરેશન ખરેખર સફળ થયાં છે.

જે આતંકવાદીઓને મારવાનાં ઓપરેશન્સના આંકડા આવે છે તેના ઉપર કેટલો વિશ્વાસ કરી શકાય. સેના દ્વારા કરાતી કામગીરીને ખરેખર લોકો સુધી પહોંચાડવામાં આવે છે કે, પછી તેનો દુરુપયોગ કરીને માત્ર રાજકારણ રમવામાં આવી રહ્યું છે.

ઓપરેશન ઓલ આઉટનું શું?

કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ જારી છે, તેના હેઠળ સુરક્ષાજવાનોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 586 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યસભામાં આપી હતી. તાજેતરમાં ગૃહમંત્રાલયે આ જાણકારી રાજ્યસભામાં રજૂ કરી હતી, તે ઉપરાંત સરહદે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ થતો આવે છે. સ્થાનિકો અને જવાનો ઈજાગ્રસ્થ થાય છે. લોકોનાં મકાનો ઉપર મોર્ટારમારા થાય છે. ઢોરઢાંખર મૃત્યુ પામે છે. આ બધાં વચ્ચે ઘૂસણખોરી પણ ચાલુ જ રહે છે. આ ઉપરાંત કાશ્મીરખીણમાં સ્થાનિક યુવાનોને ઉશ્કેરવામાં આવે છે.

જવાનો આતંકીઓ સામે લડતા હોય ત્યારે સ્થાનિકો પથ્થરમારો કરે છે. અલગાવવાદીઓ વારંવાર હડતાળ અને વિરોધપ્રદર્શનો કરે છે. યુવાનોને આતંકવાદના રસ્તે ખેંચી જવામાં આવે છે. લોકોનાં મુખે એક સવાલ રમી રહ્યો છે કે, ખરેખર સેનાએ ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું હોય તો તેનું નક્કર પરિણામ શા માટે કાશ્મીરમાં દેખાતું નથી? રાજકારણ કરવા માટે સેનાની કામગીરીને દબાવવામાં આવી રહી છે કે, પછી કાગળ ઉપર ઓપરેશનો કરવામાં આવે છે?

ભાજપનું નિયંત્રણ છતાં પરિણામ નહીં?

કાશ્મીર અને દેશની જનતાને સૌથી મોટો સવાલ એ છે કે, કાશ્મીરમાં જ્યારે મુફ્તી સરકાર સાથે ચણભણ થઈ ત્યારે ભાજપે સરકારનો સાથ છોડી દીધો હતો. સરકાર પડી ગયા બાદ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પાસે કાશ્મીરની કમાન સીધી રીતે આવી ગઈ હતી. કાશ્મીરખીણમાં જ્યારે કેન્દ્રનું નિયંત્રણ છે ત્યારે આતંકવાદી હુમલામાં ઘટાડો શા માટે નથી થઈ રહ્યો. પીડીપી સરકાર સામે આંગળીઓ ચીંધનાર ભાજપ હવે શા માટે પગલાં લેતો નથી? આ સવાલ જનતાને સૌથી વધુ મૂંઝવી રહ્યો છે. સેના પોતાનાં ઓપરેશનમાં સફળ થાય છે છતાં આતંકીઓનું પ્રમાણ ઘટતું કેમ નથી? સ્થાનિક યુવાનો શા માટે સેનાનો વિરોધ કરે છે? આતંકી ઘટનાઓ શા માટે ઓછી થતી નથી?

પાકિસ્તાને માત્ર પોકળ વાતો જ કરી છે.

સર્જિકલ સ્ટ્રાઇક બાદ માનવામાં આવતું હતું કે, પાકિસ્તાન તેનાથી શીખ લેશે અને પોતાના નાપાક મનસૂબા ઉપર લગામ લગાવશે. પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને પણ શાંતિ અને અમનની વાતો કરી હતી, તેની આ વાતો માત્ર પોકળ જ સાબિત થઈ છે.

તે પાકિસ્તાની ધરતી ઉપર ધમધમતા આતંકના અડ્ડાઓને કાબૂ કરી શક્યા નથી અથવા તો કરવા માગતા જ નથી, તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે, દસ દિવસ પહેલાં જૈશના સરગણા મૌલાના રઉફ અસગરે રેલી કરી હતી અને ભારતમાં મોટાપાયે આતંકી હુમલા કરવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન સુધરે એમ નથી તો બીજા પગલાં શા માટે લેવાતાં નથી?

દેશની જનતાને સૌથી મોટો સવાલ ભાજપ સરકારની કામગીરી સામે છે. થોડા સમય પહેલાં વડા પ્રધાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આપણે પાકિસ્તાન સાથે 1965, 1971 અને કારગિલ યુદ્ધ કર્યું છે. તેના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે.

તેમ છતાં પાકિસ્તાન સુધરતો નથી. એક સ્ટ્રાઇકથી પાકિસ્તાન સુધરી જશે તે માનવું ભૂલભરેલું છે, તેને સુધરવામાં સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન એક યુદ્ધ કે સ્ટ્રાઇકથી સુધરવાનો નથી તો પછી તેની સામે વધારે પગલાં શા માટે લેવામાં આવતાં નથી?

આટલા બધા આતંકીઓ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસે છે, હુમલા કરે છે તો તેમને કેમ ઠાર કરવામાં આવતા નથી? ભાજપ સરકાર માત્ર વાતો જ કરે છે કે, પાકિસ્તાનને પાઠ ભણાવીશું પણ જમીની સ્તરે કશું જ નક્કર જણાતું નથી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here