પાટીદારો નો આ નશો હંફાવે છે મોત ને…જાણો વધુ માહિતી આ નશા ની….

0

પાટીદારોનો આ નશો હંફાવે છે મોત ને, જાણો વધુ માહિતી આ નશા ની…

અમેરિકા પહોંચવાનો નશોઃ મોતને હંફાવી વિઝા વગર USમાં આમ થાય છે ઘૂસણખોરી…

પાટીદાર એટલે ખૂબ જ મહેનતુ જ્ઞાતિ કણમાથી મણ કરવા વાળી, ભારતમાં બીજા નંબરે અને પૂરા વિશ્વમાં 11 માં નંબરે પટેલ અટક છે, ભારતનો 18% અને ગુજરાતનો 70% બિઝનેસ પટેલો ઘ્વારા ચાલવામાં આવે છે, પટેલ વિશ્વમાં 6 નંબરની સમૃદ્ધ જ્ઞાતિ છે.

65% NRI પટેલ છે. વિશ્વના 43 દેશમાં પટેલ અટક ઑફિસિયલ છે. એટલું વિશ્વમાં નામ પટેલનું છે. આવું નામ બનાવવા માંટે કેટલાય લોકો એ મેહનત કરી છે. ત્યારે આ શક્ય બન્યું છે તેવી જ એક પટેલની સ્ટોરી વાંચો સત્ય કથા.

ઉત્તર ગુજરાતના એક પટેલ યુવકના જ શબ્દોમાં જાણો તે કેવી રીતે વિઝા વગર અમેરિકા પહોંચ્યો. અમેરિકા જવાનું સપનું કેટલાંય ભારતીયો જોતાં હોય છે. કેટલાંકનું ફળે તો કેટલાંક રહી જાય. ગુજરાતમાં એવું કહેવાય છે કે, મોટાભાગના પટેલને શાહને અમેરિકા જવાનો ખૂબ ઇચ્છા હોય છે ને આ લોકો લીગલી અમેરિકા જવાનો પ્રયત્ન કરે પણ જો એમાં સફળતા ન મળે તો ‘ગેરકાયદે’ જવાનો પણ પ્રયત્ન કરતાં હોય છે. અમેરિકા ગયેલા એક પટેલ યુવકે અમારી સાથે ખાસ વાતચીત કરી અને તેમાં પોતે ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા કેવી રીતે પહોંચ્યો તે જણાવ્યું.

અમારી સાથે વાત કરતાં પરેશ પટેલ (નામ બદલ્યું છે) જણાવે છે કે, હું ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં રહેતો, ખાસ કંઇ કામ ધંધો કરતો ન હતો, ત્યારે કોઇએ અમને ઓફર કરી કે, તારે અમેરિકા જઉં છે? મેં કહ્યું વિચારીને જવાબ આપું. અમારા ગામમાંથી 150 જેટલા છોકરાઓ આવી રીતે (ગેરકાયદે) અમેરિકા ગયા હતા આથી મેં પણ નક્કી કર્યું કે, અમેરિકા ઉપડીએ. સામાન્ય રીતે ગેરકાયદે અમેરિકા લઇ જનારા એજન્ટ સામેવાળા લોકોની પણ પૂરતી તપાસ કરે કે આ લોકો છુપી પોલિસ તો નથી ને? તેમને બધુ સેઇફ લાગે પછી જ બીજી વાતો આગળ વધે. અમારા ગામના ઘણા છોકરાઓ આવી રીતે ગયા હતા એટલે મારી પર તરત એમને વિશ્વાસ બેઠો.

પછી આણંદથી એક ભાઇ મને મળવા આવ્યા. અમે મીટિંગ કરી જેમાં તેમણે મને કહ્યું કે, એક નકલી ફિલ્મના શૂટિંગ માટે આપણે દુબઇને ત્યાંથી સાલ્વાડોર જઇશું ને પછી તમને ત્યાંથી અમેરિકા લઇ જવામાં આવશે. પછી મેં પાસપોર્ટ આપ્યો તેમણે દુબઇના વિઝા કરાવીને પાસપોર્ટને ટિકિટ મને મોકલ્યા ને મારા ગેરકાયદે અમેરિકા જવાની ટ્રિપની શરૂઆત થઇ ગઇ.

US માં ઘૂસણખોરી અંગેની વધુ વિગતો

દુબઇમાં અમારી હોટેલ બુક હતી. અમે બે દિવસ હોટેલમાં રોકાયા ને પછી ત્યાંથી જ સાલ્વાડોરના વિઝા લીધા. દુબઇથી થોડું શોપિંગ કરીને અમે સાલ્વાડોર જવા રવાના થયા ત્યારે અમારી નકલી ફિલ્મ બનાવવાની ટીમમાં 7-8 લોકો હતા. અમારી સાથે અમારો નકલી ડાયરેક્ટર (એજન્ટનો માણસ) પણ હતો.

અમે જેવા સાલ્વાડોર લેન્ડ થયા ત્યારે ત્યાંના એરપોર્ટ પર જ અમારી આખી ટીમની ધરપકડ કરવામાં આવી કે, તમે જે વિઝા પર અહીંયા આવ્યા છો તેના પર અમે વધારે રોકાવાની પરમિશન નથી આપતા, તમારે પાછા ફરવું પડશે.

આગળ વાંચો વધુ વિગતો

પટેલ જણાવે છે કે, અમને સાલ્વોડરના એરપોર્ટ પર કહેવામાં આવ્યું કે અહીંયા કોઇ પરિચિત હોય તો તેને બોલાવો તો તમારી એન્ટ્રી શક્ય બનશે. અમારા નકલી ડાયરેક્ટરે તેના બીજા માણસને બોલાવ્યો ને અમને સાલ્વાડોરમાં એન્ટ્રી મળી ગઇ. સાલ્વાડોરમાં પહોંચ્યાના 4-5 દિવસમાં બીજી ટુકડી આવી જેમાં ફિલ્મના હીરો, હીરોઇન, રાઇટર એમ કુલ 40 લોકો હતા, જેમાંથી 18 જણાને મારી જેમ અમેરિકા જવાનું હતું ને બાકીના ઇન્ડિયા પાછા જવાના હતા.

સાલ્વાડોર અમે એક મહિના રોકાયા ને વિવિધ જગ્યાએ ફર્યાને મજા કરી. અમે ઘણી જગ્યાએ શૂટિંગ પણ કર્યું. અમે જે 18 લોકો હતા એને 3-4 લોકોની ટુકડીમાં વહેંચીને અલગ અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યા. પછી અમને ‘ડોંગર’ (માફિયા) લેવા આવ્યો. દરેક ટીમના ડોંગર અલગ-અલગ હોય. અમારા ગ્રૂપમાં ચાર ઇન્ડિયન હતા. અમારે ગ્વાટુમાલા જવાનું હતું. અહીંયા અમે બધો સામાન ફેંકી દીધો. મેં એક પેન્ટની ઉપર બીજું પેન્ટ ચડાવ્યું એક ગંજી અને એક શર્ટ પહેર્યો, બૂટ પહેરી લીધા. પૈસાને પાસપોર્ટ સિવાય બધું જ ત્યાં જ છોડી દીધું અને એક અંધારિયા કન્ટેનરમાં લગભગ 30 કલાક બેસીને અમે સાલ્વાડોરથી ગ્વાટેમાલા પહોંચ્યા.

આગળ વાંચો વધુ વિગતો..

30 કલાક બાદ અમે અજવાળું જોયું. અમારા બધાના શ્વાસ રૂંધાઇ ગયા હતા. ગ્વાટુમાલામાં સૌથી પહેલા અમે એક ગરીબ ઘરમાં રોકાયા હતા, તે દિવસમાં એક જ વાર જમવા આપે. જમાવામાં રાઇસ અને ચીકન હોય.

ગ્વાટુમાલામાં અમને જ્યાં ઉતાર્યા હતા તે જગ્યા ઊંચા ડુંગર પર હતી, ત્યાં સખત ઠંડી પડે. વેજીટેરિયન હોઇએ એટલે ચીકનના ખઇએ પરાણે ભાત ખાઇએ. અમારી પાસે થોડા પૈસા હતા તેનાથી બિસ્કિટ ખરીદ્યા હતા. અમે તે ડુંગર પર લગભગ એક મહિનો રોકાયા ત્યાં સખત ઠંડી પડે અમારી પાસે જેકેટ કે કંઇ ઓઢવાનું કંઇ જ સામાન નહીં. છેવટે અમારો ફોન આવ્યોને અમારે ગ્વાટુમાલાથી મેક્સિકો જવાનું નક્કી થયું.

અમે જ્યાં રોકાયા હતા ત્યાં એક દૂધના ટેન્કર જેવું વાહન આવ્યું. એ ટેન્કરમાં માંડ 14-15 લોકો આરામથી બેસી શકે, પણ અમે 85 લોકો હતા.

આગળ વાંચો વધુ વિગતો..

એ નાનકડાં ટેન્કરમાં અમને 85 લોકો ગમે તેમ ઘૂસાડ્યા. અમારે ઊભા ઊભા જ આગળ જવાનું હતું. પગ મૂકવાની જગ્યા પણ માંડ માંડ મળી હતી. અમારું ટેન્કર સવારે નવ વાગતા ઉપડ્યું. એ આખો દિવસને રાત ટેન્કર ચાલ્યું. બીજા દિવસે સવારેને બપોરે પણ ટેન્કર સતત ચાલતું જ હતું. બીજા દિવસે સાંજે સાત વાગ્યે મેક્સિકોના એક જંગલમાં અમારું ટેન્કર પહોંચ્યું. લગભગ 32 કલાક જેટલો સમય થયો પણ અમે લોકો બધા જ ઊભા હતા. ન ખાવાનું મળે, ન પાણી મળે અરે સંડાસ અને બાથરૂમ પણ ન જવા મળે. અમે ચાર ઇન્ડિયન અને બાકીના લોકો સાલ્વાડોર, હોન્ડુરાસ, બ્રાઝિલ, ગ્વાટેમાલાના હતા.

ટેન્કરમાં જેમ જેમ સમય વીતતો જાય તેમ એવું જ લાગે કે હમણાં જીવ જશે. ભયંકર ઉલ્ટી આવે તેવું વાતાવરણ હતું એ ટેન્કરમાં. અમને મેક્સિકોના જંગલમાં કોઇ ગરીબના ઘરે ઉતાર્યા. ત્યાં અમે નાહ્યાને ફ્રેશ થયા. ત્યાં જમવામાં (માંસ) રાંધવામાં આવ્યું હતું.

32 કલાક સુધી સતત ઊભા ઊભા મુસાફરી કરી હતી ને સખત ભૂખ લાગી હતી. જમવામાં મીટ હતું, અમારી પાસે બીજો કોઇ જ ઓપ્શન ન હતો. આથી વિચાર્યું કે, હવે જીવતા રહેવું હશે તો નોન-વેજ તો ખાવું જ પડશે. અમે વિચાર્યું કે, અમેરિકા પહોંચીને પછી માફી માંગી લઇશું.

બાદમાં ધીમે ધીમે અમે જે 85 લોકો હતા તેને નાની-નાની ટુકડીઓમાં વહેંચીને બીજા સ્થળે ખસેડવામાં આવ્યા, છેલ્લે અમે ચાર ઇન્ડિયન બચ્યા હતા. અમને કોઇ લેવા જ ના આવે. લગભગ 15-20 દિવસ સુધી અમે મેક્સિકોના જંગલમાં પેલા ગરીબના ઘરમાં હતા. છેવટે અમને લેવા એક બસ આવી. ચારથી પાંચ કલાકની બસની મુસાફરી પછી મેક્સિકો ડીએફ નામના શહેરમાં પહોંચ્યા. ત્યાં અમે 6 દિવસ જેટલું રોકાયા.

ત્યાંથી ઉઠાવીને અમને મેક્સિકો-અમેરિકા બોર્ડર ખાતે લઇ જવામાં આવ્યા. અમને મેક્સિકો-યુએસ બોર્ડરથી 10 માઇલ દૂર ઉતારવામાં આવ્યા. બોર્ડર તરફ પોલિસ ના ફરે તે માટે અમે ચાર દિવસની રાહ જોઇ. ચાર દિવસ જંગલમાં રોકાયા તે દરમિયાન અમારું ખાવાનું ખૂટી ગયું. અમે જંગલમાં ખાવાની તપાસ કરવા નીકળ્યા, અમને કઈ ના મળ્યું રાત્રે પોલિસના ભયને કારણે રાત્રે આગના સળગાવી શકીએ, સવારે અમે નાની આગ પ્રગટાવી અને સુ ખાધું તે કહેતા રડી પડ્યા સાચું કહું તો અમારે એવું કંઇ પણ ખાવું ન હતું, પરંતુ અમારી પાસે કોઇ ઓપ્શન જ ન હતા.

એકાદ દિવસ પછી અમારે બોર્ડર ક્રોસ કરવાનો મેળ પડ્યો. મેક્સિકો-યુએસ વચ્ચેની બોર્ડર પર 50 ફૂટ લાંબી દિવાલ છે. એ દિવાલ સુધી પહોંચવા એક નદી પાર કરવાની હતી. નદી પાર કરવા માટે એક ટ્યૂબ હતી. એ ટ્યૂબ પર માંડ 2-3 જણા બેસી શકે, પણ એ ટ્યૂબ પર આઠ જણાને બેસાડવામાં આવ્યા. એ ટ્યૂબ પર બેલેન્સ જાય તો નદીમાં પડી જવાય અને સીધા મરી જ જવાય. અમે જ્યારે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે મેં એક લાશ જોઇ. પછી અમને કહેવામાં આવ્યું કે, નદી ક્રોસ કરતી વખતે એ સરખો ન તો બેઠો એટલે પડી ગયો હતો.

નદી ઓળંગ્યા બાદ બે મિનિટ જ ચાલીએ એટલે વિશાળ દિવાલ આવે. એ દિવાલ પાસે અગાઉ જ સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીડી ઓળંગીને બીજી તરફ પહોંચી ગયા. ત્યાં રેતીનો વિશાળ ઢગ હતો . ત્યાંથી ઉતરીને અમે અમેરિકા પહોંચી ગયા.

અને ત્યાં જે કામ મળે એ કરીને ખૂબ મહેનત કરી અને લીગલ અમેરિકન રહેવાસી થઈ ગયા. તો મિત્રો કેટલો સંઘર્ષ કરવો પડ્યો ત્યારે જ કહેવાય છે પાટીદાર 2021 માં વિશ્વમાં 1 ની અટક હશે. અત્યારે તો લીગલી વિઝા એપ્લાય કરો તો મળે પણ પહેલા લોકો એ બોવ જ મહેનત કરી છે. મિત્રો આ લેખ અમારો ગમ્યો હોય તો સેર જરૂર કરજો.

નોંધ: આ અહેવાલના તમામ ફોટોગ્રાફ્સ પ્રતિકાત્મક છે

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here