પ્રથમવાર ઉપવાસ છાવણીમાં પોલીસનો પ્રવેશ, હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા

0

વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપી

હાર્દિક પટેલના આંદોલનને આજે 14મો દિવસ છે. ત્યારે પ્રથમ વખત એવું બન્યું કે આંદલન છાવણીની અંદર પોલીસ પ્રવેશી હોય. ઝોન એકના DCP જયપાલસિંહ રાઠોડે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.

પહેલીવાર ઉપવાસ છાવણી અંદર પ્રવેશી પોલીસ

હાર્દિક ઉપવાસને 14મો દિવસ છે. ત્યારે છાવણી બહાર પોલીસ બંદોબસ્તની જવાબદારી સંભાળતા ઝોન એકના DCP જયપાલસિંહ રાઠોડે પ્રથમ વખત હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ જયપાસસિંહે જણાવ્યું કે હાર્દિક પટેલની નાદૂરુસ્ત તબિયતને ધ્યાને રાખી મુલાકાત લીધી હતી. ડોક્ટર અને PAASની ટીમ સાથે અમે સંકલનમા છીએ. અમે હાર્દિકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. અહીં બંદોબસ્તની જવાબદારી મારી છે, અમે દરેક ટીમ સાથે કોન્ટેક્ટમાં છીએ.

14માં દિવસે તબિયત વધુ લથડી

અમદાવાદ સોલા સિવિલની મેડિકલ ટીમ હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. ડોક્ટરોએ હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. તો હાર્દિકે ડોક્ટરોને ફરિયાદ કરી કે તેને હલન-ચલન કરવામાં તકલીફ પડી રહી છે, તથા પેટમાં વધુ દુખાવો તથા ચક્કર આવી રહ્યાં છે. હાર્દિકના પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. જો કે હાર્દિકે વજન કરવાની મનાઇ કરી હતી.

શું કહ્યું મનોજ પનારાએ ?

પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે ગઇ કાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો મનોજ પનારાએ ઉર્જામંત્રી સૌરભ પટેલને કહ્યું કે તમારું ખાતું નથી છતા તમે કેમ નિવેદનો આપો છે, કૃષીમંત્રી કેમ કોઇ નિવેદન આપતાં નથી.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાઓ CMને મળ્યાં, આજથી 24 કલાક ઉપવાસ આંદોલન કરશે કોંગ્રેસ

હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે 13મો દિવસ છે. છતાં ભાજપ સરકારમાંથી સમાધાન મુદ્દે કોઇ વલણ આવતું નથી. તે જોઇ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આજે નરેશ પટેલે એક નિવેનદમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી બનવા તૈયાર છું. તો બીજી બાજુ સરકાર અને પાસએ નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે. અને સમગ્ર મુદ્દે શુક્રવારે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાઇ શકે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here