પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં મેજર સહિત ચાર જવાન શહીદ…

0

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં વધુ એક વખત આતંકીઓએ કહેર વર્તાવ્યો છે. પુલવામાના પિંગલિના ક્ષેત્રમાં આતંકવાદિઓ અને સુરક્ષાબળો વચ્ચે સોમવારે સવારે અથડામણ શરૂ થઈ છે.

આ એન્કાઉન્ટરમાં ચાર જવાન શહીદ થયા છે તેમજ એક ઘાયલ છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં બન્ને બાજુથી ગોળીબાર ચાલુ છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની શંકા છે.

નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ થયેલા બર્બર આતંકી હુમલામાં જવાનો શહીદ થતા સેનાએ આતંકીઓ પર ત્રાટકવાની કામગીરી હાથ ધરી હતી અને સોમવારે સવારે આતંકીઓએ વધુ એક વખત સેનાને ટાર્ગેટ બનાવી છે.

સવારે થયેલા એન્કાઉન્ટરમાં મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. તમામ જવાન 55 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. એક સ્થાનિક નાગરિકનું પણ આ હુમલામાં મોત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

સિક્યોરિટી ફોર્સે પિંગલિના આસપાસના વિસ્તારને તમામ બાજુથી ઘેરી લીધો છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

શહીદ થયેલા જવાનો ’55 રાષ્ટ્રીય રાઈફલ્સ’ ના હતા. ગઈ કાલે રાતે 3 વાગ્યાથી અથડામણ શરૂ થઈ હતી અને આજે સવારે 8 વાગ્યે પણ ચાલુ હતી. એક નાગરિકનું પણ મરણ નિપજ્યું છે. હજી ગયા ગુરુવારે જ, પુલવામા જિલ્લાના અવંતિપુરામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર એક આત્મઘાતી બોમ્બરે સેંકડો કિલો વિસ્ફોટકોથી ભરેલી એક કાર સીઆરપીએફના જવાનોને લઈ જતી એક બસ સાથે અથડાવી મારતાં 40 જવાન માર્યા ગયા હતા.

ત્યારે જીગ્નેશ મેવાની એ પ્રતિક્રિયા આપી હતી જાણો.

હાલમાં જ પુલવામા હુમલાને કારણે દેશ ભરમાં રોષ અને દુઃખની લાગણી છે. તેવામાં જીગ્નેશ મેવાણીએ પણ પોતાનું મતવ્ય લોકો સમક્ષ મુક્યું હતું. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, જો આ સમયે કોઈ બીજા પ્રધાનમંત્રી હોત અને જો તે આટલા કાર્યક્રમોમાં વ્યસ્ત હોત તો મોદી સાહેબે તેમને દેશદ્રોહી જાહેર કરી દીધા હોત.

દલીત આંદોલનથી નેતૃત્વ હાંસલ કરનાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર્મો દી પર આકરા શબ્દોથી પ્રહાર કરતાં કહ્યું કે, દુઃખ અને સંકટના સમયમાં અમે માનનીય પ્રધાનમંત્રીને તીખા સવાલ કરવા નથી માગતા, પરંતુ એટલું જરૂર કહીશું કે મોદી સાહેબ આપની જગ્યાએ જો મનમોહન સિંહ કે કોઈ અન્ય પ્રધાનમંત્રી સરકારી કાર્યક્રમમાં આટલા વ્યસ્ત જોવા મળતાં તો અત્યાર સુધી તમે તેમને દેશદ્રોહી જાહેર કરી દીધા હોત. આખો દેશ જ્યારે રોષ માં છે ત્યારે મોદી સાહેબ ફોટો સૂટ કરાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here