Loading...

વરસાદી સિસ્ટમ ફરી થઈ સક્રિય, જાણો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારે વરસાદ

0

આ વર્ષે અમદાવાદ માં વરસાદ ઘણો ઓછો પડ્યો છે અને કારણે અમદાવાદ ના લોકો ખૂબ હેરાન થઈ ગયા છે અને બીજા પણ ઘણા એવા રાજ્યો છે ત્યાં પણ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે.

પણ આ મહિના માં અમદાવાદ ના લોકો માટે સારા સમાચાર છે કારણે કે આ ભાદરવા મહિનાના પ્રથમ દિવસે જ ગરમીમાં શેકાઈ ગયેલા અમદાવાદ ના લોકો ખૂબ હેરાન હતા પણ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે.

પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 3 થી 5 સપ્ટેમ્બરના રોડ ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે અને પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ, સુરત, સાબરકાંઠા, નવસારી, જેતપુર, ભાવનગર, પોરબંદર, ખેડબ્રહ્મા, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં પણ મેઘમહેર થઈ છે.

શનિવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડ્યાં હતા.પરંતુ, વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત 8 શહેરોમાં પારો 34.0 ડિગ્રી પાર કરી જતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો.અને ત્યાં ના લોકો વરસાદ ન પડવા ને કારણે ખૂબ હેરાન થઈ ગયા હતા.

હવામાન એજન્સી સ્કાયમેટના કહેવા પ્રમાણે, 23 વર્ષમાં આ વખતે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થયો, જે સામાન્યથી 16% વધુ છે. જૂનમાં સામાન્યથી 33% ઓછો અને જુલાઈમાં સામાન્યથી 5% વધુ વરસાદ નોંધાયો.

જુલાઈ અને ઓગસ્ટને જોડીએ તો છેલ્લાં 25 વર્ષમાં આ બે મહિનામાં સૌથી વરસાદ થયો, જે સામાન્યથી 10% વધુ છે. દેશના 84% હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો હવે ગુજરાતમાં વરસાદ આવવાના ભણકારા જ વાગી રહ્યાં છે.

હવામાન વિભાગ ઘણા રાજ્યો માં વધારે વરસાદ પડે તેવી આશંકા સેવી રહ્યું છે તો ગુજરાતના વરસાદ પર વાવાઝોડોના પણ ખતરો છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here