ચકચારી દુષ્કર્મ કેસમાં જયંતિ ભાનુશાળીના માથેથી જોખમ ટળ્યું, હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

0

ગુજરાતમાં ચકચારી બનેલા જયંતિ ભાનુશાળીના દુષ્કર્મ કેસમાં આજે જુદો જ વળાંક આવ્યો છે. સુરતની યુવતી દ્વારા ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સામે થયેલી બળાત્કારની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે. ફરિયાદ રદ થતાં ભાનુશાળીની મુશ્કેલીમાં ઘટાડો થયો છે. સુરતની પીડિતાએ ગત સુનાવણી વખતે સોગંધનામું કરીને પોતાને ફરિયાદ રદ થાય તો કોઈ વાંધો નથી તેમ કહ્યું હતું. આ પછી કોર્ટે તેને વિચારવા માટે સમય આપ્યો હતો.

આજે ફરી સુનાવણી થતાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, લેખિત અને અન્ય રીતે વેરીફાઈ કરવામાં આવ્યું છે. 21 વર્ષની આ પીડિતા છે. ફરિયાદ પાછી ખેંચવા અંગેનો નિર્ણય તેનો પોતાનો છે અને તે પોતે આ નિર્ણય લઇ રહી છે. તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મ, બ્લેકમેલિંગ, અપહરણ તથા ધાક-ધમકીના ગંભીર આક્ષેપો નાનાવરાછાની પીડિતાએ કર્યા હતા. જેને પગલે સરથાણા પોલીસમાં ભાજપના નેતા ભાનુશાળી સામે ગુનો નોંધાયો હતો.આ કેસમાં ગુનો નોંધાયા બાદ જયંતિ ભાનુશાળી વારંવાર સમન્સ મોકલાવવા છતાં પોલીસ સમક્ષ હાજર થયા નહોતા અને હાઈકોર્ટમાં તેમણે પીડિતાની ફરિયાદ રદ કરવા માટે પિટિશન કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ગત સુનાવણી વખતે પીડિતાએ ભાનુશાળી સામેની બળાત્કારની ફરિયાદ રદ થાય તો પોતેને વાંધો નથી, તે પ્રકારનું સોગંધનામું રજૂ કર્યું હતું. ત્યારે કોર્ટે તેને પુનઃ વિચાર કરવા સમય આપ્યો હતો અને સાતમી ઓગસ્ટે વધુ સુનાવણી નિયત કરી હતી. આ સાથે આ કેસના તપાસ અધિકારીને પીડિતાએ કોર્ટમાં રજૂ કરેલ એફિડેવિટની ચકાસણી કરવા કહ્યું હતું.

ગુનો નોંધાયા બાદના સમયગાળામાં કેસમાં વારંવાર વળાંક આવ્યા હતા.જયંતિ ભાનુશાળી સામે પીડિતાએ આરોપો લગાવ્યા હતા તો સામે પીડિતાના પતિ અને જયંતિ ભાનુશાળીના વેવાઈ કરસન ભાનુશાળીએ પીડિતા સામે સંગીન આક્ષેપો લગાવતાં મામલો જટિલ બન્યો હતો

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here