રાજકીય સોદાબાજી નું ઉત્તમ ઉદાહરણ અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ પૂરૂ પાડ્યું

0

રાજકીય સોદાબાજી ની વાત કરીયે એ પેલા જોઈ લઈએ અલ્પેશ ઠાકોર માટે આવેલા સારા સમાચાર.અલ્પેશ ઠાકોર જે બનાસકાંઠા ના અપક્ષ ના નેતા તરીકે ઓળખવામાં આવતા હતા,જે ભાજપ સરકાર સાથે જોડાઈ ગયા છે,જે રાધનપુર ખાતે પેટા ચૂંટણી લડવાના છે.જો કે હજુ રાધનપુર ખાતે યોજાનાર પેટા ચૂંટણી માં નામ જાહેર કરવામાં આવ્યું નથી.પરંતુ રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોર નું નામ પ્રથમ આવે છે.ભાજપ દ્વારા પેટાચૂંટણીને અનુલક્ષીને બેઠકો દૌર શરૂ કરવામાં આવ્યો છે.

પાટણના સમીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. રાધનપુર બેઠક પર જીત મેળવવા સમીના મોમાઇ માતાના મંદિરે યોજાયેલી બેઠકમાં સમી અને રાધનપુરના ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, દિલીપ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.અને ભાજપ પેટાચૂંટણી ની બેઠકો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોર માટે રાધનપુર બેઠક ને લઈને રસ્તો સાફ થઈ ગયો છે,જેમાં દિલીપ ઠાકોર એ એક મોટું મહત્વનું નિવેદન આપ્યું હતું.આ દરમિયાન પેટાચૂંટણી પ્રભારી દિલીપ ઠાકોરએ મોટું નિવેદન આપ્યું હતું અને આડકતરો ઈશારો કરતા કહ્યું હતું કે, હવે સરકારમાં પાટણ જિલ્લાના બે ધારાસભ્યો હશે. આણ દિલીપ ઠાકોરે અલ્પેશનું નામ રાધનપુર પેટાચૂંટણીમાં નક્કી કર્યું હોય તેવો ઈશારો કર્યો હતો.અને રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોર ને પસંદ કરવામાં દિલીપ ઠાકોર ને મહત્વનું નિવેદન આપ્યું હતું.

સમી ખાતે સંગઠન ની બેઠક માં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર નો આડકતરો ઈશારો.અલ્પેસ ઠાકોરની જાહેરાતને લઈ આપ્યું સ્પીચમાં નિવેદન.17 તારીખે ગણપતિ મુરતિયો બધુજ તૈયાર છે.17 મી સપ્ટેમ્બર મોદીજીના જન્મ દિવસે ગુજરાતની 7 પેટા ચૂંટણી જાહેર થઈ શકે .હવે સરકારમાં પાટણ જિલ્લાના બે ધારાસભ્યો હશે: દિલીપ ઠાકોર .અલ્પેશનું નામ રાધનપુર પેટા ચૂંટણીમાં નક્કી હોવાનો કર્યો ઈશારો

આ સિવાય તમને જાણવું દઈએ કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષમાં થી પણ ચૂંટસની લડી ચુક્યા છે.તમને જણાવી દઇએ કે, અલ્પેશ ઠાકોર આ પહેલા કોંગ્રસમાં સામેલ થયા હતા અને પક્ષ સાથે જોડાઇ ચૂંટણી લડ્યા હતા જેમા તેઓ બહુમતી સાથે જીત મેળવી હતી પરંતુ બાદમાં કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઇ ગયા હતાં.અને ગત વર્ષ યોજાયેલ ચૂંટણી માં પૂર્ણ બહુમતીથી જીત મેળવી હતી.રાજકારણ ક્યારે કોની પાસે કોઇપણ કામ કરાવવા મજબુર કરતું હોય છે.

આવી જ સ્થિતિ સર્જાઈ છે ભાજપમાં એક સમયે શંકર ચૌધરીને હરાવવા માટે ઠાકોરોને એક જુટ કરનાર અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઈ જતા શંકર ચૌધરી માટે ઠાકોર મત એકઠા કરવા કવાયત કરી છે.તો બીજી તરફ ચૌધરી મતો અલ્પેશ ઠાકોરને મળે તેના માટે શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોર માટે પ્રચાર કરી રહ્યા છે. એટલે કે કહી શકાય કે બંને નેતાઓ વચ્ચે રાજકીય સોદાબાજી થઇ છે.

સમાજને રિઝવવા કવાયત.બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. કોઇ પણ એક સમાજને સાથે રાખીને ચાલીએ તો જીત મેળવવી આકરી સાબિત થાય અને એટલા માટે જ આ જીલ્લાની બેઠકો પર ઠાકોર અને ચૌધરી સમાજને અગામી પેટા ચુંટણી માટે રીઝવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

એકબીજાના સમાજને વોટ મળે તે માટે આદરી કવાયત.એક સમયના રાજકીય દુશ્મન અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ આગામી પેટા ચુંટણીને લઈને હાથ મિલાવી લીધા છે. ભાજપમાં ચર્ચા છે કે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ એક બીજાના સમાજના વોટ એકબીજા નેતાને મળી રહે તેના માટે અત્યારથી જ કવાયત શરુ કરી દીધી છે.

અલ્પેશ ઠાકોરનું બનાસકાઠામાં ઠાકોર સમાજ પર પ્રભુત્વ છે તો શંકર ચૌધરીની ચૌધરી મતદારો પર પકડ છે. ખેરાલુ,રાધનપુર,થરાદ અને બાયડ બેઠક પર આ બંને જ્ઞાતિનું પ્રભુત્વ છે. ગત વિધાનસભા ચુંટણી દરમિયાન વાવ બેઠક પરથી શંકર ચૌધરી ચુંટણી લડ્યા હતા પરંતુ એ બેઠક પર ગેનીબેન ઠાકોરે તેમને હરાવી દીધા હતા.

રાધનપુર અને બાયડમાં ભાજપને મળી હતી હાર.તો રાધનપુર અને બાયડમાં પણ ભાજપને હાર મળી હતી. હાલમાં થરાદ અને રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી ચુંટણી લડવા ઈચ્છુક છે. તો મહત્વનું એ છે કે ઠાકોર મતદાર એ કોંગ્રેસની કમિટેડ વોટબેંક છે. તો બીજી તરફ એજ રીતે ચૌધરી મતદારોના મત પણ ભાજપે મેળવવા પડે તો જ આ બંને બેઠક પર જીત મળી શકે છે. જેથી હવે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે રાજકીય સોદાબાજી થઇ હોવાની ચર્ચા ભાજપમાં ચાલી રહી છે.

અલ્પેશ ઠાકોર માટે શંકર ચૌધરી ચૌધરી મતબેંક એકઠી કરી રહ્યા છે બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ શંકર ચૌધરી માટે ઠાકોર મતદારોને રીઝવવામાં લાગી ગયા છે.બેઠકો યોજવામાં આવી રહી છે.સુત્રો કહી રહ્યા છે કે એક બીજાના વિસ્તારમાં સરપંચને બોલાવી બેઠકો યોજવામાં આવી રહી છે તેમાં પણ આ બન્ને નેતાઓ હાજરી આપી ચૌધરી અને ઠાકોર મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

એક સમયે રાજકીય દુશમન બનેલા નેતાઓ એક પાર્ટીમાં આવી જવાના કારણે પેટા ચુંટણી જીતવા માટે રાજકીય સોદાબાજી કરી ચુંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે મહત્વનું એ બની રહેશે કે કોંગ્રેસની કમિટેડ વોટબેંકને તોડી ભાજપમાં લાવવામાં સફળતા મળે છે કે કેમ.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here