શુ તમે પણ પેકિંગ વાળા બહારનાં દૂધ નો ઉપયોગ કરો છો,તો થઈ જાવ સાવધાન નહીં તો થઈ શકે છે આ નુકશાન.જાણો વિગતે.

0

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે.સામાન્ય રીતે ભેંસ,ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે,જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

આજ ના આ આધુનિક યુગ માં દૂધ નો વપરાશ વધારે પડતો જોવા મળે છે પણ આજ ના સમય માં દૂધ માં ભેળસેળ વધારે જોવા મળે.

પણ આજ ના સમય ના લોકો કોથળી માં રહેલ દૂધ નો ઉપયોગ વધારે કરે છે પણ એ જાણતા નથી એનાથી સરીર ને ઘણું નુકશાન થઈ શકે છે.તો હવે એના વિશે જાણીએ વિગતે.

વધતા શહેરીકરણના કારણથી ઓછી થતી જગ્યાના કારણે ન માત્ર જંગલ પ્રભાવિત થયા છે. પરંતુ ઘરોએ પણ એપાર્ટમેન્ટનું રૂપ લઇ લીધુ છે.

ઓછી થતી જમીનના કારણે હવે શહેરમાં રહેનાર ખાસ કરીને લોકો દૂધ માટે ગૌશાળા પર નિર્ભર કરતા નથી. દૂધ માટે લોકો બજારના કોથળીમાં બંધ દૂધ પર વધારે વિશ્વાસ કરે છે.

કોથળીમાં બંધ આ દૂધ પોઇશ્ચરાઇઝ્ડ (pasteurized) હોય છે. તેનો મતલબ થાય છે કે પહેલા જ દૂધને boiling point પર ઉકાળીને ઠંડુ કર્યા બાદ કોથળીમાં ભળી દેવામાં આવે છે.

જે બાદ આ દૂધ કોથળીમાં ભરીને માર્કેટમાં સપ્લાય કરવામાં આવે છે. તેને પોઇશ્ચરાઇજેશન કહેવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે દૂધ વધારે સમયે સુધી ખરાબ ન થાય.

અને તેમા બેક્ટેરિયા ન થાય. પરંતુ જ્યારે આપણે માર્કેટમાંથી દૂધ ખરીદીએ છીએ તો તેને ઉકાળી લીધા બાદ જ તેનો ઉપયોગ કરીએ છીએ.

જેથી દૂધ ખરાબ ન થઇ જાય પરંતુ શુ આવું કરવું યોગ્ય છે. આવો જોઇએ કોથળીમાં બંધ દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.

જાણકારો મુજબ કોથળીમાં બંધ પોઇશ્ચરાઇઝ્ડ દૂધને ઉકાળવાની જરૂરત હોતી નથી. જોકે, આ દૂધની પેકેજિંગથી પહેલા તેને પોઇશ્ચરાઇઝ્ડ કરીને બેક્ટેરિયા ફ્રી કરી દે છે.

જેથી દૂધ લાંબા સમય સુધી ચાલે.આ દૂધને જ્યારે તમે ફરીથી ઉકાળો છો તો તેમા રહેલા પોષક તત્વ નષ્ટ થઇ જાય છે અને દૂધ એટલું ફાયદાકારક રહેતું નથી જેટલું પહેલા હતા.

પેકેટબંધ દૂધને લાંબા સમય સુધી ઉપયોગ કરવા યોગ્ય રાખવા માટે જો તમે તેને 4 ડિગ્રી તાપમાનમાં રાખો તો એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ યોગ્ય રાખી શકાય છે.

કોથળીમાં બંધ દૂધ ખરીદતા પહેલા ધ્યાનથી તેને પેકેટ પર એક્સપાયરી ડેટ જોવાનું ન ભૂલો. એક્સપાયરી ડેટ બાદનું પેકેટ ન લો. આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

આજ ના સમય માં દૂધ માં ભેળસેળ વધારે જોવા મળે છે અને લોકો કોથળી માં રહેલ દૂધ નો ઉપયોગ વધારે કરતા હોય છે.તેથી જો તમે પણ એનો ઉપયોગ કરો છો તો જરૂર ચેતજો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here