મોદી પર સિબ્બલનો કટાક્ષ, ‘ન સારા દિન, ન સાચા દિન, હવે આગળ વધીશું તારા બિન’

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના ચાર વર્ષ પૂર્ણ કરતા આજે ટ્વિટર પર દેશની જનતાનો આભાર માન્યો છે. જ્યારે સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં વિપક્ષ કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલા કરી રહી છે.

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યું કે ચાર વર્ષમાં મોદી સરકાર ‘અચ્છે દિન’ લાવવામાં સફળ નથી રહી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘ ચાર વર્ષ પછી ન સારા દિન, ન સાચ્ચા દિન, હવે આગળ વધીશું તારા બિન.’ સારા દિવસો લાવવાનો વાયદો તમે પૂરો નથી કરી શક્યા. જેનો અર્થ એ છે કે તમારો સમય પુરો થઇ ગયો છે.

પીએમએ માન્યો જનતાનો આભાર

આજે મોદીએ 2014માં 26 મેના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. પોતાની સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદીએ ટ્વિટર પર દેશની જનતાનો આભાર માન્યો છે. વડાપ્રધાને એક પછી એક ચાર ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું, “2014માં આજના દિવસે જ અમે બધાએ સાથે મળીને ભારતને ટ્રાન્સફોર્મ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. ગત ચાર વર્ષોમાં વિકાસનું એક મોટું મૂવમેન્ટ ચાલ્યું છે. દરેક નાગરિકને અહેસાસ થયો છે કે તેઓ દેશની મહત્તમ ભૂમિકા ભજવી રહ્યો છે. 125 કરોડ જનતા દેશને નવી ઊંચાઇ પર લઇ જઇ રહ્યાં છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here