સોશિયલ મીડિયા પર પેપર લીકના જોક્સ વાયરલ, એકાદ ભરતી પ્લમ્બરોની પણ કરો વારંવાર ક્યાંથી લીક થાય છે ?

0

સોશિયલ મીડિયાના કારણે હવે કોઇ પણ નાની મોટી ઘટના પર જોક્સ બનતા વાર નથી લાગતી ત્યારે હવે લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયા પછી સોશિયલ મીડિયા પર જોક્સ બનવા લાગ્યા છે. જેમાં યુઝર્સ સોશિયલ મીડિયા પર સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે.

વોટ્સએપ પર એક યુઝર કહી રહ્યો છે કે, લોકરક્ષક ભરતીનું આજે રિહર્સલ રાખવામાં આવ્યું હતું, જે શાંતિપૂર્ણ રહ્યું. તો એક યુઝર આજ જોક્સને અલગ રીતે કહી રહ્યો છે કે, ગુજરાતમાં પોલીસ ભરતીની મોક ડ્રીલ યોજાઇ.

તો વધુ એક યુઝરે કહ્યું કે આજની તારીખમાં જ લોચો હતો, 2/12 એટલે કે દોબારા, એટલે હવે પરીક્ષા ફરી આપવી પડશે.

ફેસબુક પર કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, એકાદ ભરતી પ્લમ્બરોની પણ કરો વારંવાર ક્યાંથી લીક થાય છે ?

તો વધુ એક યુઝર કહી રહ્યા છે કે દિવાળી પર ફટાકડા ફોડવાની મનાઇ હતી એટલે પેપર ફોડવાનું ?

સોશિયલ મીડિયા પર આ સિવાય ગુજરાત સરકારની ભારે ટીકા કરતી જોક્સ પણ વાયરલ થઇ છે, જેમાં યુઝર કહી રહ્યા છે કે, વિકાસે 9લાખ લોકોની પરીક્ષા લીધી. એટલે કે એક રીતે પેપર લીક થયું તો વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયાના યુઝર્સની સેન્સ ઓફ હ્યુમરનો પરચો પણ મળી ગયો.

એક પછી એક પરીક્ષાના પેપર ફૂટતા સરકારની નીયત સામે સવાલ

પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને કહેવું હતું કે જો સરકાર ખૂબ ગુપ્તતા સાથે આ પેપર સેટ કરતી હોય અને પારદર્શિતાની વાતો કરતી હોય તો આટલી બધી સુરક્ષા વચ્ચેથી પેપર કઈ રીતે ફૂટી જઈ શકે. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા અંગે સરકારની દાનત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમજ જો પરીક્ષાર્થીઓને તેમના જ જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવે તો બહારગામ જવાની હાલાકી પણ દૂર થાય.

કોઈ ઉધારના પૈસા લઈ, કોઈ ખેતરમાં પાણી છોડી પરીક્ષા આપવા ગયા, તેમનો શું વાંક?

કોઈ ખેડૂતનો દિકરો પોતાના ખેતરમાં પાકને પાણી પિવડાવ્યા વગર પરીક્ષા આપવા ગયો હતો. કોઈ ગરીબ મજુરનો દિકરો ભાડા માટે ઉધારના પૈસા પૈસા લઈને પરીક્ષા આપવા માટે ગયો હતો. તેમનો શું વાંક. કોઈને 300થી તો કોઈને 200 કિલોમીટર દુર નંબર આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ ભાડા ભરીને હોટલમાં રહીને પરીક્ષા આપવા માટે ગયા હતા. એક વિદ્યાર્થી પાછળ ઓછામાં ઓછા 1000 રુપિયાનો ખર્ચ ગણો તો પણ 8.6 લાખ વિદ્યાર્થીઓ પાછળ કેટલો ખર્ચ થાય. આ વિદ્યાર્થીઓનો પૈસા કોણ ચુકવશે? હવે મહિના પછી ફરી પરીક્ષા ત્યારે ગરીબ મજુરનો છોકરો ફરી પૈસા ક્યાંથી લાવશે? પરીક્ષા રદ થતા ઘણા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. તેમનો એક જ સવાલ હતો કે અમારો શું વાંક.

ઉમેદવારોને જાણ પણ ન કરાઈ

આ બધામાં પણ સૌથી ખરાબ વાત એ છે કે પરીક્ષા મોકુફ રહી છે તેની જાણ તો ઉમેદવારોને કરવામાં પણ આવી ન હતી. પરીક્ષા દરમિયાન પાલનપુરમાં વિવાદ થતા થતા જાહેરાત કરી દેવાઈ હતી કે પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. બીજી તરફ ઘણા સેન્ટરોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો. સેન્ટરવાળા પણ મુશ્કેલીમાં મુકાયા હતા કે પરીક્ષા રદ થઈ છે કે નહીં. ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા પરીક્ષા રદ થઈ છે તેની જાણકારી મળી હતી.

ઉલ્લેખનીય છે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે રાજ્યના 29 શહેરોમાં 9713 બેઠકો માટે હથિયારધારી- બિન હથિયારધારી લોકરક્ષકની અને જેલ સિપાઇની પરીક્ષા લેવાની હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here