પત્થર બાજો ને સેના ની ચેતવણી સરેન્ડર કરો અથવા અમારી ગોળી પસંદ કરી લ્યો જાણો બીજું શું કહ્યું…

0

પુલવામા આતંકી હુમલા બાદ આજરોજસેના, સીઆરપીએફ અને જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા સયુંક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ અથડામણ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.

અને ત્યાર બાદ સયુંકત પત્રકાર પરીષદમાં લેફ્ટિનેન્ટ જનરલ કેજીએસ ઢિલન્ન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે સુરક્ષાદળોએ 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ કારાનને ઠાર માર્યો છે. જ્યારે લેફટીનેન્ટ ઢિલન્ને અહીં જમ્મૂ-કાશ્મીરના પથ્થરમારોને પણ ચેતાવણી આપી છે.

આ સયુંક્ત પત્રકાર પરીષદમાં સીઆરપીએફ, જમ્મૂ-કાશ્મીર પોલિસના વરિષ્ઠ અધિકારી સામેલ થયા. પત્રકાર પરિષદમાં ચિનાર કોર્પ્સના લેફ્ટિનેન્ટ જનરલ ઢિલન્ને જણાવ્યું કે અમે લોકો છેલ્લા કેટલાક સમયથી જૈશના આતંકીઓ પર નજર રાખી ને બેઠા હતા.

જૈશના આતંકીઓએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. અમે પુલવામા આતંકી હુમલાના 100 કલાકની અંદર ઘાટીમાં હાજર જૈશના લીડરને ઠાર મારી દીધો.

ઢિલન્ને જમ્મૂ-કાશ્મીરની મહિલાઓને અપીલ કરતાં કહ્યું કે તેઓ પોતાના બાળકોને સમજાવે અને સરેન્ડર કરી દે. તેમણે જણાવ્યું કે સેના પાસે સરેન્ડર પોલીસી છે, હેવ જે કોઇપણ સેના વિરુધ્ધ બંદુક ઉઠાવશે તેને ખત્મ કરી દેવામાં આવશે. અમે નથી ઇચ્છતા કે કોઇ પણ સામાન્ય નાગરિકને ઇજા પહોંચે.

સેનાના અધિકારીઓએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે પુલવામા હુમલામાં થયેલા આતંકી હુમલા પાછળ આઇએસઆઇનો હાથ હતો, તેની મદદથી જૈશે હુમલો કરાવ્યો હતો. જ્યારે જનરલ કેજીએસ ઢિલન્ને જમ્મૂ કાશ્મીરના પથ્થરબાજોને અપીલ કરુ છુ કે કોઇ પણ નાગરિક અથડામણ દરમિયાન કે ત્યારબાદ તે જગ્યા પર ના જાય.

ઢિલન્ને ચેતવણી આપતાં કહ્યું કે જો એમ થાય તો તેમના વિરુધ્ધ પણ એકશન લેવામાં આવશે. સેનાના અધિકારીએ કહ્યું કે જૈશ-એ-મહોમ્મદ પાકિસ્તાનનું બાળક છે. અહીં કેટલા ગાઝી આવ્યા અને ચાલ્યા ગયા.

પાકિસ્તાનની સેના અને આઇએસઆઇ જૈશ-એ-મહોમ્મદને કંટ્રોલ કરી રહી છે. પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ કામરાન જ હતો, જેને ઠાર કરી દેવામાં આવ્યો છે.

લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન જીઓસી ચિનાર કૉર્પ્સે કહ્યું આ હુમલામાં બીજા કોણ સામેલ હતા અને શું પ્લાન હતો, આ અમે શેર કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આર્મીના જ બાળકો છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાનું 100 ટકા ઇન્વૉલ્વમેન્ટ છે. તેમાં અમને અને તમને કોઇ શંકા નથી.

બ્રિગેડિયર રજા પર હતા, અથડામણના સમાચાર મળતા જ ડ્યૂટી પર આવ્યા

પત્રકાર પરિષદમાં ઢિલ્લનને પુલવામા એટેક અને એનકાઉન્ટરમાં શહીદ થતા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે એનકાઉન્ટરમાં 2 પાકિસ્તાનઓની સાથે 1 સ્થાનિક આતંકીનું પણ મોત થયું છે.

લેફ્ટિનટ જનરલ કેજેએસ ઢિલ્લન જીઓસી ચિનાર કૉર્પ્સે કહ્યું કે ગઇકાલના ઓપરેશનમાં ફ્રન્ટ પર લીડ કરનારા અમારા બ્રિગેડિયર હરદીપ રજા પર હતા, પરંતુ જ્યારે તેમણે પુલવામા અથડામણ અંગે ખબર પડી તો તેઓ રજા પરથી પાછા આવ્યા અને અડધી રાત્રે ડ્યુટી પર તૈનાત થયા.

હું સ્થાનિક નાગરિકોને અપીલ કરું છું કે તેઓ ઓપરેશન દરમ્યાન અમારો સહયોગ કરે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here