તમારો વ્યક્તિગત ડેટા કંપનીઓ માટેનો ખજાનો છે, જાણો કારણ

0

ટેકનોલોજીના આ યુગમાં, વપરાશકર્તાઓની ગોપનીયતાને લઈને સતત પ્રશ્નો ઉભા થાય છે. જો તમે આવનારા દિવસોમાં ડેટા લિક થવાના સમાચારથી ચિંતિત છો,તો તમને આ જાણીને આશ્ચર્ય થશે કે નજીકના ભવિષ્યમાં સુધારો થવાની સંભાવનાઓ ઘણી ઓછી છે.તે દિવસ દૂર નથી જ્યારે લડાઇઓ ભૌતિક સંસાધનો માટે નહીં,પરંતુ અબજો ડિજિટલ ફુટ પ્રિન્ટ્સ (વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટા) માટે લડવામાં આવશે જેથી વધુ અને વધુ ડેટાને નિયંત્રિત કરી શકાય.

રોજ તૈયાર થાય છે 22 કરોડ ડીવીડીનો બરાબર જેટલો.

વર્ષ 2025 સુધીમાં વિશ્વભરમાં 463 ઇગજાબાઈટ ડેટા બનાવવામાં આવશે.આ દરરોજ 22 કરોડ ડીવીડીમાં સંગ્રહિત કરવામાં આવેલ ડેટા બરાબર છે. આવતા કેટલાક વર્ષોમાં, આખા ડિજિટલ બ્રહ્માંડમાં 44 ઝેટ્ટાવાઈટ્સ એટલે કે 10 ટ્રિલિયન જીબી સુંધી પહોંચવાની શકયતા છે.જો આપણે હાલની વાત કરીએ તો વિશ્વભરમાં દરરોજ 50કરોડ ટ્વીટ્ સાથે 294 બિલિયન ઇમેઇલ્સ મોકલવામાં આવે છે.

વોટ્સએપ પર દરરોજ મોકલવામાં આવે છે 6500 કરોડ મેસેજ.

 

મીડિયા સાઇટ વિઝ્યુઅલ કેપિટલિસ્ટ અનુસાર દરરોજ ફેસબુક પર 4 પીટાબાઇટ્સ (1000TB) ડેટા તૈયાર થાય છે. ત્યાંજ,વોટ્સએપ પર દરરોજ 65બિલિયન (6500 કરોડ) મેસેજ મોકલવામાં આવે છે. આટલું જ નહીં જ્યારે ઇન્ટરનેટ સર્ચની વાત કરીએ તો દરરોજ 5 અબજ સર્ચ કરવામાં આવે છે.

વપરાશ કર્તાઓનો ડેટા પર કેપ્ચર કરવાનું લક્ષ્ય.

આ નંબરોને જોઈને વિશ્વભરની મોટી અને દિગ્ગજ ટેક કંપનીઓ વપરાશકર્તાઓનો વધુમાં વધુ ડેટા તેમના કબજામાં રાખવાની કોશિશ કરી રહી છે.આ કંપનીઓ આ ડેટાને ફિલ્ટર કરી અલગ અલગ કંપનીઓ સાથે શેર કરે છે અને તેના આધારે વપરાશકર્તા ઓને ચોવીસ કલાક અને સાત દિવસ જાહેરાતો અને પ્રમોશનલ કૈપેન બતાવવામાં આવે છે.

વધી રહી છે ફેસબુકનું દખલ.

ગોપનીયતા અને વિશ્વાસ વચ્ચે પણ ફેસબુક અને ગૂગલ ઓનલાઇન વપરાશકર્તાઓના મામલામાં બે સૌથી મોટી કંપનીઓ છે. વર્ષે 2019 ના બીજા તિમાંહીમાં,ફેસબુકની પાસે 2 અબજ 41લાખ એકટિવ વપરાશ કર્તાઓ હતા.ફેસબુક હાલમાં વિશ્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તેની પહોંચ વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામની મદદથી બીજો ઘણો વધારો થઈ જાય છે. આમાંથી તમે અંદાજ લગાવી શકો છો કે આપણી ડિજિટલ જીવનમાં ફેસબુક કેટલી હદે દખલ કરી રહ્યું છે.

ગૂગલ સર્ચ એન્જિન માર્કેટનો લીડર.

ગૂગલની પાસે વિશ્વવ્યાપી સર્ચ એન્જિન માર્કેટમાં 90% હિસ્સો છે.ગૂગલની માલિકીની વિડિઓ વેબસાઇટ યુટ્યુબ પર દર મહિને 100 કરોડથી વધુ વપરાશકર્તાઓ આવે છે.ત્યાંજ જિમેલની પાVસે 150 કરોડથી વધુ એકટિવ વપરાશકર્તાઓ છે.

ઝડપથી વધી રહ્યો છે જાહેરાતની આવક.

વિશ્વ એડવર્ટાઇઝિંગ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ અનુસાર, ગૂગલ અને ફેસબુકનો ગ્લોબલ ઓનલાઇન એડ માર્કેટ શેર આ વર્ષે વધીને 61.4 પ્રતિશત થઈ જશે જે ગત વર્ષમાં 56.4પ્રતિશત હતો.વર્ષ2019 ના બીજા તિમાહિમાં ફેસબુક જાહેરાતની આવક 16.62 બિલિયન ડોલર અને ગૂગલની જાહેરાત આવક 32.6 બિલિયન ડોલર હતી. ઇમાર્કેટર નામની એક માર્કેટ રિસર્ચ ફર્મના અનુસાર વિશ્વભરમાં ડિજિટલ જાહેરાત પર ખર્ચ 333.25 બિલિયન ડોલર સુધી પહોંચી શકશે.

ડેટા ગોપનીયતાના નામ પર ઠેંગા.

 

 

હાલ ફેસબુક,ટ્વીટર,ઇન્સ્ટાગ્રામ,સ્નેપચેટ પર અરબો વપરાશકર્તા પોતાની અલગ લાગણીઓ પોસ્ટ કરતા હોય છે જેને એડવટાઈઝર્સ પોતાના માટે ભવિષ્યના માર્કેટની જેમ જોઈ રહ્યા છે.સોશ્યલ મીડિયા કંપની આજકાલ એ વાત ઉપર વિચાર કરે છેકે તેમના વપરાશકર્તાઓના શુ વિચારે છે, તેઓ શું જુએ છે,તેઓ શું મહેશુસ કરે છે અને તેઓ કેવુ રીએક્ટ આપે છે.તેમને ડીકોડ કરીને આ કંપનીઓ એજ પ્રમાણે વપરાશકર્તાઓને જાહેરાતો બતાવવાનું કાર્ય કરશે.

 

આને સીધી રીતે કોઈ વપરાશકર્તાની ગોપનીયતામાં દખલ કરવા માટે કહી શકે છે. વપરાશકર્તાઓની પોસ્ટ્સ અને ઓનલાઇન રીએકશન પર ટેપ કરવું અને આર્ટિફિશન ઈન્ટેલિજન્સ તેમના મહત્વપૂર્ણ ડેટા પોઇન્ટ્સને ફિલ્ટર કરી શકાય છે.આ રીઅલટાઇમ એનાલિટિક્સ અને અલ્ગોરિદમનો સોશિયલ મીડિયાને દિગ્ગજ કંપનીઓ અને માર્કેટર્સની આશા કરતા વધુ કમાણી કરીને આપશે.આમાં એક જ સવાલ ઉભો થાય છે કે શું તમે તમારા અને આગળની પે પેઢી માટે આવા ડિજિટલ ભવિષ્ય માટે તૈયાર છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here