તિરુપતિ બાલાજીના 10 રહસ્યો, દર ગુરુવારે દેખાય છે આ ચમત્કાર તમે જાણી ને ચોકી જશો

0

તિરુપતિ બાલાજી મંદિર આ મંદિર માં ખૂબ દાન આવે છે અને આ મંદિર માં લોકો દેશ વિદેશ થિ આવે છે એ મંદિર વિશે ઘણી માન્યતા ઓ છે આ મંદિર માં ભક્તો ની લાઇન જ હોય તમે જ્યારે જાવ ત્યારે ખૂબ જ ભીડ હોય છે અહીંયા લોકો અનેક પ્રકાર ના દાન કરે છે. આ મંદિર માં વાળ નું દાન અને ભરપૂર પ્રમાણ માં સોના નું દાન ભક્તો ઘ્વારા ભગવાન ને અર્પણ કરવામાં આવે છે,કહેવાય છે ભગવાન હજુ પણ કર્જ માં છે એટલે તેમના ભક્તો ઘ્વારા દાન કરવામાં આવે છે. અહીં એવા ચમત્કાર થાય છે કે સાંભળીને નતમસ્તક થઈ જશો.

ભારતના સૌથી ચમત્કારીક અને રહસ્યમય મંદિરો પૈકી એક એટલે ભગવાન તિરુપતિ બાલાજીનું મંદિર છે. દરવર્ષે લાખો લોકો તિરુમાલાના પર્વતો પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના આશિર્વાદ લેવા માટે અહીં આવે છે. તેમજ મનોકામના પૂર્ણ થવા પર ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર અહીં પરત આવીને પોતાના વાળ દાન કરે છે. પરંતુ આ મંદિર સાથે કેટલાક એવા રહસ્યો પણ જોડાયેલા છે જે જાણીનતમે દંગ રહી જશો.

મૂર્તી પર લાગ્યા છે વાળ.

કહેવાય છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર લાગેલા વાળ અસલી છે અને તેમાં ક્યારેય ગૂંચ પડતી નથી. પર્વત પર આવેલ મંદિરમાં દરિયાનો અવાજ.

અહીં જતા લોકો કહે છે કે ભગવાન વેંકટેશની મૂર્તિ પર કાન લગાવીન સાંભળતા દરિયાના મોજાનો અવાજ આવે છે. આ કારણ જ છે કે ગમે ત્યાર જુઓ વેંકટેશ્વર ભગવાનની મૂર્તી જાણે પાણીમાંથી કાઢી હોય તેમ ભિનાશયુક્ત રહે છે. અદભૂત છડી.

મંદિરના મુખ્ય દરવાજાની જમણી તરફ એક છડી આવેલ છે. કહેવાય છે કે બાલ્યાવસ્થામાં આ જ છડી દ્વારા ભગવાન બાલાજીની પીટાઈ કરવામાં આવી હતી. જેથી તેમની દાઢીના ભાગે ઈજા થઈ હતી. માટે આજે પણ દર શુક્રવારે તેમની દાઢી પર ચંદનનો લેપ કરાય છે જેથી ઘાવ ભરાય જાય. દીવો હંમેશા પ્રજ્વલિત રહે છે.

ભગવાન બાલાજીની મંદિરમાં એક દીવો હંમેશાથી પ્રજ્વલ્લિત રહે છે.આ દીવામાં નથી ક્યારેય તેલ પૂરવામાં આવતું કે નથી ઘી પૂરવામાં આવતું. કોઈ નથી જાણતું કે આ દીવાને ક્યારે અને કોણે પ્રગટાવ્યો હતો. મૂર્તિ મધ્યમાં કે ડાબી બાજુ.

જ્યારે તમે બાલાજીના ગર્ભગૃહમાં જઈને જુઓ છો તો લાગશે કે મૂર્તિ મંદિરના મધ્યમાં સ્થિત છે અને જેવા બહાર આવીને જોશો તો લાગશે કે મૂર્તિ મંદિરના ગર્ભગૃહના જમણી તરફ સ્થિત છે. પચાઈ કપૂર.

ભગવાન બાલાજીની પ્રતિમા પર ખાસ પ્રકારનું પચાઈ કપૂર લગાવાય છે. વૈજ્ઞાનનિકોનો મત છે કે આ કપૂર જો કોઈપણ પથ્થર પર લગાવવામાં આવે તો તે થોડા સમયમાં જ ઘસાઈ જાય છે પરંતુ ભગવાનની પ્રતિમા પર તેની કોઈ અસર થતી નથી. ગુરુવારે માં લક્ષ્મીની હાજરી.

ભગવાન બાલાજીના હૃદયમાં માં લક્ષ્મી પણ બીરાજે છે. તેની જાણ ત્યાર જ થાય છે કે જ્યારે દર ગુરુવારે બાલાજીના બધા જ શ્રૃંગારને દૂર કરીને સ્નાન કરાવ્યા બાદ ચંદનનો લેપ લગાડવામાં આવે છે. જ્યારે ચંદનનો લેપ દૂર કરાય છે ત્યારે મૂર્તિના હૃદય સ્થાન માતા લક્ષ્મીની છબી ઉપસી આવે છે. નીચે ધોતી અને ઉપર સાડી.

ભગવાનની પ્રતિમાને નીચે ધોતી અને ઉપર સાડીથી સજાવાય છે. માન્યત છે કે બાલાજીમાં જ માતા લક્ષ્મીનું રુપ સમાહિત છે. આ કારણે જ આવું કરાય છે. આ છે સાવ અનોખું ગામ.

ભગવાન બાલાજીના મંદિરથી 23 કિમી દૂર એક ગામ વસેલું છે. જેમાંબહારની દુનિયાના કોઈપણ વ્યક્તિનો પ્રવેશ વર્જીત છે. અહીં લોકો બહારની દુનિયાના કોઈપણ વ્યક્તિનો પ્રવેશ વર્જીત છે. અહીં લોકો ખૂબ જ સંયમ સાથે રહે છે. માન્યતા છે કેબાલાજીચઢાવવામાં આવતા દરેક ફળ, ફૂલ, દૂધ, દહીં અને ઘી બધું જ અહીંથી આવે છે. આ ગામમાં મહિલાઓ સિવેલા કપડા નથી પહેરતી મૂર્તિને આવે છે પરસેવો.

આમ તો બાલાજીની પ્રતિમા એક વિશેષ પ્રકારના ચિકણા પથ્થરમાંથી બનાવાઈ છે. પરંતુ તે પૂર્ણરુપે જીવંત હોય તેવું લાગે છે. મંદિર ના અંદરના વાતવરણને ખૂબ ઠંડુ રાખવામાં આવે છે તેમ છતા માન્યતા છે કે બાલાજીને ઉનાળો આવે એટલે ગરમી લાગે છે.

તેમના શરીર પર પરસેવાના ટીંપા જોવા મળે છે તો તેમની પીઠ પણ ભીની ભીની લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here