કરોડોની લોટરી જીતનારી યુવતી શોધી રહી છે સાચો પ્રેમી, ફક્ત આ છે શરત ક્લિક કરી ને જાણી લો

0

તમને ઘણીવાર થતું હોય કે કરોડપતિ આવી ને મારી સાથે લગ્ન કરે તો? ઘણા બધાને મનમાં એક વાર આવો વિચાર આવે જ છે.તો આજે આ વિચારને હકીકત માં બદલવાનો સમય આવી ગયો પરંતુ એની માટે વાંચો અહીં..

પ્રેમી માટે મૂકી જોરદાર ઓફર.

લંડન લોટરી જીતીને રાતોરાત ધનવાન બની જનારી બ્રિટનની સૌથી નાની ઉંમરની યુવતી હવે પ્રેમી શોધી રહી છે. જેન પાર્ક નામની 23 વર્ષની યુવતીએ પોતાના પ્રેમી માટે પાછી જેવીતેવી ઓફર પણ નથી મૂકી. જે છોકરો તેને ખુશ કરશે તેને જેન એક વર્ષના 60,000 પાઉન્ડ એટલે કે 56 લાખ રુપિયા જેટલી તગડી રકમ પણ ચૂકવશે. જેનની શરત માત્ર એટલી છે કે તેનો પ્રેમી તેને વફાદાર હોય, તેમજ તેને સમજી શકે તેવો હોય.

લોટરી જીતી.

જેન માત્ર 17 વર્ષની હતી ત્યારે તેણે 10 લાખ પાઉન્ડ એટલે કે, 9.39 કરોડ રુપિયાની લોટરી જીતી હતી. પોતાને મળેલી આટલી જંગી રકમથી તે રોયલ લાઈફ જીવી રહી છે. જેન આજે લક્ઝુરિયસ કાર્સની માલિક છે. તે આખી દુનિયામાં ફરતી પણ રહે છે, અને લોટરીના ઈનામની રકમથી તેણે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે.

બે વાર થઈ ચૂક્યું છે બ્રેકઅપ.

પોતાના માટે બોયફ્રેન્ડ શોધવા જેન એક વેબસાઈટ લોન્ચ કરી રહી છે અને તેના બોયફ્રેન્ડ તરીકે તે જેને પસંદ કરશે તેને આ રકમ દર વર્ષે મળતી રહેશે. 23 વર્ષની જેનને અગાઉ એક બોયફ્રેન્ડ હતો, પરંતુ તે તેને છોડીને ચાલી જતાં જેન અઢળક રુપિયા હોવા છતા એકલી પડી ગઈ, અને આ વખતે તેણે પોતાની એકલતા દૂર કરવા નવો જ રસ્તો અપનાવ્યો છે.

એકલી પડી ગઈ છે જેન.

બોયફ્રેન્ડ તેને વાઈન પીવા કે જમવા માટે બહાર લઈ જઈ શકે તેના માટે જેન તેને આ તગડી રકમ ઓફર કરવાની છે. તેના એક દોસ્તના જણાવ્યા અનુસાર, જેન પાસે ઘણા રુપિયા છે,પરંતુ તે એકલી પડી ગઈ છે અને લોટરી જીત્યા પછી તો તેને એકલતા વધારે પડતી જ અનુભવાઈ રહી છે.

સાચો પ્રેમી મળશે? હજુય છે શંકા.

જેનને એ વાતની હજુય ખાતરી નથી કે તેનો બોયફ્રેન્ડ તેને સાચો પ્રેમ કરશે કે પછી તેના બેંક બેલેન્સને? આ કારણે જ તેણે વેબસાઈટ દ્વારા નવો પ્રેમી શોધવાનું નક્કી કર્યું છે. લોકોના હેતુને લઈને તે હંમેશા ચિંતા અનુભવે છે. માટે જ તેણે પ્રેક્ટિકલ થઈને પોતાના બોયફ્રેન્ડ બનનારાને મોટી રકમ આપવાનું નક્કી કર્યું છે.

ટીનેજ સાથે પણ હતા સંબંધ.

એક સમય હતો જ્યારે તે બ્રિટનના એક જાણીતા રિયલ્ટી શોના ફાઈનલિસ્ટ સાથે ડેટ કરી રહી હતી. જોકે, પ્રેમીનું કોઈ બીજી સાથે અફેર હોવાની જાણ થતાં જેને આ સંબંધોનો અંત આણી દીધો હતો. ત્યારબાદ તે એક ટીનેજના પ્રેમમાં પડી હતી, પરંતુ આ સંબંધ પણ લાંબો નહોતો ચાલ્યો.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here