અબજોપતિ હોવા છતાં બોલિવૂડના આ સુપર સ્ટાર જીવે છે સામાન્ય માણસ જેવી જ જીંદગી!

0

બોલિવૂડ અને તેની માયાનગરી મુંબઈ! મુંબઈ બહુરૂપી નગરી છે. ભારતની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ શાહુકારના અને જાકુમના ધંધા માટે પ્રખ્યાત છે. બોલિવૂડમાં ચમકવા માંગતા હરેક નવા ચહેરાને શરૂઆતમાં તો મુંબઈ આવવું જ રહ્યું.

અહીં કોણ ટકી શકે? જેનામાં અભિનય આવડતની સાથે ભાઈ-બાપા કરવાનો હુન્નર હોય એ! બાકી મુંબઈ સ્વપ્નનું ચણતર કરે છે એનાથી વધારે સ્વપ્ન નામક ઘરનું આડસર પણ ભાંગી નાખે છે! સામાન્ય રીતે કોઈ અદાકાર કે અદાકારા ફેમસ થઈ જાય એટલે તરત તેની લાઇફ સ્ટાઇલ પણ નોર્મલમાંથી લક્ઝુરીયસ થઈ જાય. આલિશાન બંગલાઓ ને ઝગમગતા પહેરવેશની સાથે ફિયાટની જગ્યાએ એસ્ટોન માર્ટીન!

અલબત્ત, આપણે જે ટોપિક લઈને અહીઁ આવ્યાં છીએ એના પર આવીએ તો એમ કહેવાનું કે, અમુક એક્ટરો એવા પણ હોય છે જેની સફળતાઓ સીમાડા છાંડી ગઈ હોય છે તોયે તેઓ જમીન પર જ રહે છે. સાદાઈ એમની ખાનદાનીનું મુખ્ય પાસું બની રહે છે.

બોલિવૂડમાં અમુક એક્ટરો એવા પણ છે જેની સફળતા સામે જીવનશૈલી જોતા આપણે ઘા ખાઈ જઈએ. જાણી લો આ પાંચ નામો:

રજનીકાંત 

કોણે નામ સાંભળ્યું ના હોય? થલાઈવા…રજનીકાન્ત એટલે રજનીકાન્ત! ભારતના સૌથી મોટા સુપરસ્ટારમાં જેનું નામ સહઆદર લેવાય છે એ રજનીકાન્ત કોઈ મોટા સ્ટારનો તો પુત્ર હતો નહી. શરૂઆતમાં બસ કંડક્ટરની નોકરી હતી તેની! ભાગ્ય ખુલ્યું, ફિલ્મોમાં કારકિર્દી બનાવી. પૈસો મળ્યો, પ્રતિષ્ઠા મળી. પણ આજે પણ રજનીકાન્ત જાણે વીતેલા દિવસો ભુલ્યા નથી. રજનીસર આજે પણ જીવે છે એકદમ સાદું જીવન. એમના વિચારો આ બાબતે પ્રભાવિત કરે તેવા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

જીવનમાં કંઈક નિષ્ફળતાઓનો સામનો કરીને આખરે નવાઝુદ્દીન બોલિવૂડના એક બાહોશ એક્ટર તરીકે ઉભરી આવેલ છે. સામાન્ય પરીવારમાંથી આવતા નવાઝુદ્દીને શરૂઆતમાં વડોદરામાં કેમિસ્ટ તરીકે નોકરી કરી. પછી એકાદ નોકરી બદલીને ચોકીદાર પણ બનવું પડ્યું. એ પછી તો એમની જોરદાર અભિનય સ્ટાઇલ રંગ લાવી. આજે તેમની પાસે કરોડોની મિલકત છે ને કંઈક સદા યાદ રહે તેવી ફિલ્મો એમણે ઇનડસ્ટ્રીને આપી છે. છતાં, આ એક્ટરને ઘમંડ કરવો પોસાતો નથી. આજે પણ તેની લાઇફ સ્ટાઇલ સિમ્પલ છે. ગામડાનું જીવન તે હજુ માણે છે.

મિથુન ચક્રવર્તી 

હવે મોટી ઉંમરે ‘મિથુન દા’ તરીકે ઓળખાતા આ એક્ટરની પ્રસિધ્ધી પણ ખાસ્સી છે. વીતેલા વર્ષોના સફળત્તમ અભિનેતાઓમાં તેની ગણના થતી. ડાન્સને લઈને બનાવાતા કેટલાક શોમાં આજે પણ તેની હાજરી હોય છે. જીવનનો શરૂઆતી તબક્કો ઝેરીલા નક્સલવાદથી પ્રભાવિત રહ્યો હતો. પણ એ બધું છોડીને સારા માણસની ઇમેજ બનાવી. આજે જીંદગી એકદમ સામાન્ય રીતે જીવે છે.

નાના પાટેકર 

નાનાનું નામ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક રસિયાને મોઢે છે. અભિનેતા તરીકેની આવડતમાં તો અલબત્તા કશું કહેવાપણું નથી. નાના પાટેકર સમાચારોમાં અને સોશિયલ મીડિયામાં ખાસ્સા ચમકે છે. પોતાની બધી સંપત્તિ મહારાષ્ટ્રના ખેડૂતોને નાનાએ દાન કરી છે! આજે પોતાની મા સાથે એક સામાન્ય ઘરમાં રહે છે. એક માણસ તરીકે પણ નાનાની ઇમેજ બહુ સારી છે. આજે પણ જરૂરિયાતમંદોની મદદ તેઓ કરે છે. કેટલાક એક્ટરોની જે પ્રકારની રાષ્ટ્રવાદી ઇમેજ સોશિયલ મીડિયાએ બનાવી દીધી છે તેમાં નાના પાટેકરનું નામ અવશ્ય આવે.

સની દેઓલ 

હવે તો ભારતીય જનતા પાર્ટી જોઈને કરીને રાજકારણમાં ઝંપલાવી ચુકેલા સન્ની પાજી એક સમયે ‘ગદ્દર’ અને ‘ઘાયલ’ જેવી ફિલ્મોથી ભારતના ઘર-ઘરમાં ફેમસ થયા હતા. જેના ફળીયામાં ડંકી હોય એણે અળવીતરાં છોકરાઓથી ખાસ સાચવવું પડતું! જો કે, સન્ની દેઓલની તાજેતરમાં રજૂ થયેલી ‘યમલા પગલા દીવાના – ૨’ અને બીજી એકાદ બે ફિલ્મો બોક્સઓફિસ ભૂંડી રીતે પટકાઈ હતી. આમેય હવે સન્ની પાજીએ એક્ટિંગ છોડી દઈને ફરી એક્ટિંગનું કરિયર બનાવવા તરફ ડગ માંડ્યા છે. સન્ની દેઓલ એક કરોડપતિ હોવા છતાં તેમની જીંદગી સામાન્ય છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here