પાકિસ્તાનથી આવેલા આ ઘોડાગાડીવાળાએ ભારતમાં ઉભો કર્યો અબજોનો વેપાર

0

દેશના વિભાજન બાદ પાકિસ્તાનમાં રહેતા લાખો લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. કારણ કે તેમને પોતાની તમામ સંપત્તિ છોડીને ભારતમાં રિફ્યૂઝી બનવું પડ્યું. એવા લોકમાંથી એક હતા ધર્મપાલ ગુલાટી. પાંચમાં ધોરણમાં ફેલ ગુલાટી માટે રસ્તો ઘણો આકરો હતો. જેથી રોજગારીની તલાશ માટે દિલ્લી આવીને તેને ઘોડાગાડી ચલાવવાનું શરૂ કર્યું. પરંતુ નિયતિને કંઈ બીજુ જ મંજૂર હતું. જેથી તેમણે ઘોડાગાડી ચલાવવાનું બંધ કરીને મસાલો વેચવાનું શરૂ કર્યું. તેમના મસાલા એટલા પસંદ કરવામાં આવ્યા કે એમડીએચ બ્રાન્ડ લોકની જીભ પર ચઢી ગઈ. આવો જાણીએ કેવી રીતે ઉભો કર્યો કરોડોનો કારોબાર.

ધર્મપાલ ગુલાટી સામે દિલ્લી આવીને પૈસા કમાવવા તૈ સૌથી મોટો પડકાર હતો. તે દિવસોમાં ધર્મપાલના ખિસ્સામાં 1500 રૂપિયા જ બચ્યા હતા. પિતા પાસેથી મળેલા 1500 રૂપિયામાથી તેને 650 રૂપિયાની ઘોડાગાડી ખરીદી અને રેલવે સ્ટેશન પર ઘોડાગાડી ચલાવવા લાગ્યા.

થોડા દિવસો બાદ તેને ઘોડાગાડીને ભાઈને આપી દીધી અને કરોલબાગમાં અજમલ ખાં રોડ પર જ ખોખુ લગાવીને મસાલા વેંચવાનું શરૂ કર્યું.

ધર્મપાલે મિરચી મસાલાઓનું સામ્રાજ્ય ઉભુ કર્યું. તેનો પાયો આ નાનકડા ખોખા પર રાખવામાં આવી હતી. જેમ જેમ લોકોને ખબર પડવા લાગી કે સિયાલકોટના મિરચીવાળા હવે દિલ્લીમાં છે. તેમ તેમ તેનું સામ્રાજ્ય ફેલાવા લાગ્યું. 60નો દશકો આવતા આવતા મહાશિયાની હટ્ટી કરોલબાગમાં મસાલાની મશહુર દુકાન બની ગઈ.

ધર્મપાલના પરિવારે નાનકડી રાશીથી ધંધો શરૂ કર્યું હતો. પરંતુ ધંધામાં બરકત થતાં દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં દુકાનો ખરીદતા ગયા.

તે દિવસોમાં બેન્ક પાસેથી લોન લેવાનો રિવાજ ન હતો. પરંતુ ધર્મપાલે આ મુહિમ ઉઠાવી. ગુલાટી પરિવારે 1959માં દિલ્લીના કીર્તિ નગરમાં મસાલા તૈયાર કરવાની પહેલી ફેક્ટ્રી લગાવી હતી. 93 વર્ષના લાંબા સફર બાદ સિયાલકોટની મહાશિયાં દી હટ્ટી હવે દુનિયા ભરમાં MDHના રૂપમાં મસાલાની બ્રાન્ડ બની ચૂકી હતી.

માત્ર પાંચમાં ધોરણ સુધી ભણેલા ધર્મપાલ ગુલાટી MDHના સીઈઓના રૂપમાં દર વર્ષે 21 કરોડનો પગાર મેળવે છે. તેમની સેલેરી અન્ય એફએમસીજી કંપનિઓના સીઈઓ કરતા વધારે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here