સમગ્ર ગુજરાત માં આરીતે ઉજવવામાં આવશે, માં અંબાનું નવમું નોરતું

0

હાલમાં મળતી માહિતી મુજબ સરકાર કુપોષિત બાળકોના વિકાસ માટે એક નવો પ્લાન અપનાવ્યો છે. આ પ્લાન મુજબ નવમા નોરતે આંગણવાડીઓમાં થશે બાળકીઓની પૂજા જાણો કેમ, ગુજરાત સરકારે નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમાં નોરતે આંગણવાડીમાં આવતી બાળકીઓની પૂજા કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં બાળકીઓમાં પોષણ વધારવા અને છાકરા છોકરીમાં ભેદભાવને દૂર કરીને જન્મદર ઘટાડવા માટે ઝૂંબેશ હાથ ધરી છે.

રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓને સામેલ કરવાનો પણ આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત સેક્સ રેશિયોમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે.

જેને ધ્યાનમાં રાખીને રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગે બાળકોમાં પોષણ વધારવા તથા છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવને સમાપ્ત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે અધ્યાદેશ જાહેર કરીને આંગણવાડીમાં નવદુર્ગા પૂજા નું આયોજન કરવા આદેશ આપ્યા છે.

જેથી નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવામાં નોરતાના દિવસે આંગણવાડીમાં જતી બાળકીઓની પૂજા કરવામાં આવશે. જેને નવદુર્ગા પૂજા નામ આપવામાં આવ્યું છે. આ અવસરે બાળકીઓને પોષણ યુક્ત આહાર, ગોળ, ખજૂર, સુખડી અને ગોળતલથી બનેલી મિઠાઈ વહેંચવામાં આવશે. રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ પણ સામેલ થશે.

પાર્ટીએ જિલ્લા સ્તરે પાર્ટી એકમોને આ અંગે જાણકારી આપી દીધી છે. ગુજરાતમાં છોકરા છોકરીઓના જન્મદરનું અંતર ઘણુ વધી ગયું છે. બાળકો કુપોષણનો શિકાર થઈ રહ્યા છે. જેથી કરી ને જેમ બને તેમ સરકાર હવે આ કુપોષિત બાળકો ને રાહત આપવા માટે અવનવા કાર્યક્રમ દ્વારા તેઓને ખોરાક આપવાનું એક ટાઈમ ટેબલ સેટ કર્યું હતું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here