ભંગારમાંથી બનાવી અનોખી બાઇક, એક કિલો ગેસમાં દોડશે 75 km

0

કરનાલના ગોરગઢ ગામના અપેક્સ કોલેજના બીટેકના છેલ્લા વર્ષના સાત વિદ્યાર્થીઓએ મળીને ગેસ અને પેટ્રોલ ઉપર ચાલનારી અનોખી ત્રણ પૈડાવાળી બાઇક બનાવી છે. 25 દિવસની મહેનત બાદ 14 હજાર રૂપિયાના ખર્ચે આ બાઇક તૈયાર થઇ છે. ભંગારમાંથી આ બાઇક બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે આ બાઇક ઓછા ખર્ચમાં વધારે મુસાફરોને લઇ જવામાં સક્ષમ છે. આનંદ, અવિનાશ, આશીષ, કોંગચેન લૈપચા, ઓમપાલ, આશીષ કૌશલ અને સુમિત આ બધા વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ બાઇક બનાવી છે.

બોલિવૂડ ફિલ્મ ગોલમાલમાં અજય દેવગણની લાંબી બાઇક જોઇને કંઇક અલગ કરવાનો મનમાં વિચાર આપતા આ મિત્રોએ કંઇક અલગ કરી બતાવ્યું છે. 25 દિવસની મહેનત બાત આ વિદ્યાર્થીઓએ એલપીજી ગેસ અને પેટ્રોલથી ચાલતી બાઇક બનાવી છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વર્તમાનમાં ઇંધણ વધારે મોંઘુ છે. અવાજ અને વાયુ પ્રદુષણ પણ ખુબ જ છે. જેના કારણે અમે વિચાર્યું કે ગેસથી ચાલતી બાઇક બનાવીએ. આ બાઇક ઉપર અમે સાત લોકોએ મળીને કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમે એલપીજી ગેસ અને પેટ્રોલથી ચાલતી બાઇક બનાવી છે. આ બાઇકમાં જુની બાઇકના સ્પેર્ટપાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભવિષ્યમાં આ બાઇકને પાણીથી ચલાવવાનો પ્રયત્ન કરશે. અને લોકો સુધી આ બાઇક લાવશે.

આ ત્રણ પૈડાની બાઇકની ખાસિયત એ છે કે બાઇકમાં ત્રણ પૈડા લગાવવામાં આવ્યા છે. બેસવાની સીટ લાંબી છે આ બાઇક ઉપર પાંચ લોકો આરામથી બેશી શકે છે. બાઇકમાં 135 સીસીનું એન્જીન લગાવવામાં આવ્યું છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પરેશાન લોકોને આ બાઇક વિકલ્પ બની શકશે. બાઇકને તૈયાર કરવામાં 14 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે.

પેટ્રોલ અને એલપીજી ગેસથી ચાલતી આ બાઇક એક કિલો ગેસમાં આ બાઇક 75 કિલોમીટરની એવરેજ આપે છે. બાઇકમાં ઉપયોગમાં લેવાયેલા સ્પેરપાર્ટ અલગ અલગ જગ્યાએથી મંગાવવામાં આવ્યા છે. ભંગારની દુકાનમાંથી અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને આ બાઇક બનાવ્યું છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here