માત્ર સર્જીકલ સ્ટ્રાઈક થી કામ નહીં ચાલે ઇન્દિરા ગાંધી ની જેમ યુદ્ધ કરી નાખો: શિવસેના

0

પુલવામામાં લોહીની નદીઓ વહી હતી. તેનો બદલામાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાના છો તે તેનો બદલો ના કહેવાય. સામનામાં દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ગુણગાન કરતા કહ્યું કે, પાકિસ્તાનીઓને તેમણે પાઠ ભણાવ્યો હતો.

જમ્મૂ કાશ્મીરમાં પાછલા પાંચ દિવસની અંદર 45 જવાનોની શહાદત પર મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં ભાજપના સહયોગી શિવસેનાએ સરકારને આડે હાથ લીધી છે. શિવસેનાએ મુખપત્ર ‘સામના’ માં કેન્દ્ર સરકારની ટીકા કરી છે. સામનામાં લખ્યું છે કે, પુલવામામાં લોહીની નદીઓ વહી હતી.

તેનો બદલામાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાના છો તે તેનો બદલો ના કહેવાય. સામનામાં દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ગુણગાન કરતા કહ્યું કે, પાકિસ્તાનીઓને તેમણે પાઠ ભણાવ્યો હતો.

લાહોર સુધી સેના ઘૂસી પાકિસ્તાની ટુકડીઓનો ખાતમો કર્યો હતો. લાખો સૈનિકોએ ઘૂટણીયા ટેકવા મજબૂર કર્યા હતા. પુલવામા બાદ પ્રધાનમંત્રી મોદીએ સૈનિકોને પાકિસ્તાન પર કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપી છે.

પીએમ મોદીએ સેના પ્રમુખોને એ છૂટ આપી છે કે, સમય, દિવસ અને સ્થાન નક્કી કરો અને બદલો લો. હવે સર્જિકલ સ્ટ્રાઇક અથવા મર્યાદિત યુદ્ધના બે વિકલ્પ છે. તેઓ આ તેમની મરજીથી કરે.

આ પહેલા પુલવામા આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં શિવસેનાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારથી કહ્યું કે તે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરવાથી ઉકેલ આવવાનો નથી. અને સમય આવી ગયો છે કે લાહોર અને ઇસ્લામાબાદ સહિત પાકિસ્તાનના અંદરના ભાગમાં હુમલો કરવામાં આવે.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી સર્વદળીય બેઠકમાં સામેલ થયા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, નેરન્દ્ર મોદી સરકારે તે કરવું જોઇએ જે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું.

રાઉતે કહ્યું હતું કે, માત્ર સર્જિકલ સ્ટ્રાઇકથી કામ થશે નહીં, હવે લાહોર અને ઇસ્લામાબાદ સુધી હુમલો કરવો જોઇએ. મોદી સરકારે તે કરવું જોઇએ જે ઇન્દિરા ગાંધીની સરકારે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં ભારતે પાકિસ્તાન સામે 1971 નું યુદ્ધ જીત્યું હતું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here