Loading...

પેટા ચૂંટણીમાં શું છે ગેમ પ્લાન ભાજપનો, સાતેય બેઠકો જીતેને એક પથ્થરે બે પક્ષી મારશે ભાજપ

0

રાજ્યમાં સાત વિધાન સભાની બેઠક ખાલી છે તેમાં હવે પેટાચૂંટણી થવા જઈ છે તે માટે ભાજપે શું ગેમપ્લાન બનવ્યો છે તે જાણો આગળના આ અહેવાલ પર.

ભાજપ સરકારને આ વખતે પેટાચૂંટણીમાં સારા લાભ થવાના છે કારણે કે આ વખતે ભાજપ સરકારે કલમ 370 હટાવ્યા પછી જનતા તેમના એ કામના વખાણ કરી રહ્યા છે જેથી તેમને ફાયદો થવાનો છે. ગુજરાત રાજ્યમાં ખાલી સાત વિધાનસભા બેઠક પર મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણી થવા જઈ રહી છે.

કલમ 370 દૂર થયા બાદ પ્રદેશ ભાજપ આ તમામ બેઠકો પર પોતાની જીત નિશ્ચિત માની રહ્યું છે. એટલા માટે જ આ બેઠક પર ટિકિટ મેળવા અત્યાર થી જ ભાજપના નેતાઓમાં હોડ લાગી છે. ટિકિટ ઇચ્છુક નેતાઓ અમિતશાહના ગુજરાત પ્રવાસ દરમ્યાન આગળ પાછળ ફરતા જોવા મળ્યા હતા. જેનાથી એવું લાગે છે કે જે અમિત શાહ નક્કી કરેશે તેમને જ ટિકિટ આપવામાં આવશે.

અમિત શાહ એવું ઈચ્છે કે હવે પેટા ચૂંટણીમાં આ સાત બેઠકો પર ભાજપ જ જીત મેળવે એટલે તે પેટાચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અને તેઓ આ વખતે એકે સીટ વિધાનસભમાં હારવા નહિ માંગતા. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે ભાજપ પેટાચૂંટણીમાં પોતાની પાર્ટીની પરચો બતાવ જઈ રહી છે.

વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા, મોરવાહડફ અને અમરાઈવાડી એમ સાત બેઠક પર પોતાની જીત એ નિશ્ચિત માની રહ્યું છે. આ સાત બેઠકો માંથી ઉત્તર ગુજરાતની ચાર મહત્વની બેઠકો પર ભાજપ એ મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.

જો બેઠક પ્રમાણેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ લોકસભાની ચૂંટણી જીતા થરાદ બેઠક ખાલી પડી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક પર પૂર્વે રાજ્ય મંત્રી શંકર ચૌધરીને મેદાને ઉતારવાની તૈયારી પ્રદેશ ભાજપ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જો કે પરબત પટેલે પોતાના દીકરા શૈલેષ પટેલની ટિકિટ માટે દાવેદારી કરી છે.

પાટણ બેઠક પર ત્રણ ઉમેદવાર છે ભાજપ માટે ક્યાં ઉમેદવારને ટિકિટ આપવી તે મુશ્કિલ છે પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતનાર ભરતસિંહ ડાભીની ખાલી પડેલ ખેરાલુ વિધાસભામાં પૂર્વે ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી અને કનુભાઈ ડાભી દાવેદારી કરી રહ્યા છે.

આમ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ભાજપ એ આવનારી પેટા ચૂંટણીમાં ત્રણ મોટા ચહેરાઓ ઉતારવા મથી રહી છે. રાધનપુર બેઠક પર ઉમેદવાર ચૂંટણી લાડવા માટે તૈયાર છે રાધનપુર બેઠક પર થી કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપનારા અલ્પેશ ઠાકોરને ચુંટણી લડવી છે, પરંતુ તે બેઠક પર પણ શંકર ચૌધરી અને અલ્પેશ વચ્ચે હરીફાઈ થઇ છે.

અલ્પેશ ઠાકોરે તો રાધનપુર વિધાનસભામાં બુથની કામગીરી પણ ચાલુ કરી દીધી છે. તો બીજી તરફ શંકર ચૌધરીએ પણ અંદરખાને કામગીરી આરંભી હોવાનું માનવામાં આવી રહ્યું છે, તો અલ્પેશની આંગળી પકડી ભાજપમાં આવેલા બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જગ્યાએ ભાજપે શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવાનું મન બનાવી રહ્યું છે. એટલેકે ધવસિંહ ઝાલાની વિધાનસભા ટિકિટ કાપી તેમને બોર્ડ નિગમ આપવાની વાત હાલ પાર્ટીના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે.

ગુજરાતની સાત બેઠક

થરાદ વિધાનસભામાં શંકર ચૌધરી, શૈલેશ પટેલ

રાધનપુર વિધાનસભામાં અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી અને બાયડ વિધાનસભામાં મહેન્દ્રસિંહ વાઘેલા, ધવલસિંહ ઝાલા.

ખેરાલુ વિધાનસભામાં રમિલાબેન દેસાઈ, રામસિંહ ડાભી, કનુભાઈ ડાભી અને લુણાવાડા વિધાનસભામાં જે. પી. પટેલ અને મોરવાહડફ વિધાનસભામાં વિક્રમસિંહ ડિંડોર અને નિમિષાબેન સુથાર.

અમરાઈવાડી વિધાનસભા 30 થી વધુ દાવેદાર ઋત્વિજ પટેલ, અસિત વોરા, અમુલ ભટ્ટ, પ્રવીણ દેસાઈ કરી રહ્યા છે દાવેદારી.

પેટાચૂંટણીમાં વિધાન સભાની આ ત્રણ બેઠકની જો વાત કરવામાં આવે તો પંચમહાલ લોકસભા બેઠક પરથી જીત મેળવનાર રતનસિંહ રાઠોડની લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના જિલ્લા પ્રમખ જે પી પટેલે દાવેદારી કરી છે.

જયારે મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભુપેન્દ્ર ખાંટનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રદ થતા તેમનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. તેથી આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ભુપેન્દ્ર ખાંટ સામે વર્ષ 2017 ની ચૂંટણી હારનાર વિક્રમસિંહ ડિંડોરે દાવેદારી કરી છે.

એ જ રીતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર હસમુખ પટેલની અમરાઈવાડી બેઠક પર પાર્ટીમાં સૌથી વધુ દાવેદારો જોવા મળી રહ્યા છે. 30 થી વધુ દાવેદારો એ આ બેઠક પર ટિકિટ મેળવવા પોત-પોતાનું લોબીંગ ચાલુ કર્યું છે. જો તેના મુખ્ય નામોની વાત કરવામાં આવેતો ઋત્વિજ પટેલ, અસિત વોરા, અમુલ ભટ્ટ, પ્રવીણ દેસાઈએ દાવેદારી કરી છે.

આ પેટાચૂંટણી માં સાતે સાત વિધાનસભા બેઠક પર જો ભાજપ જીત મેળવે તો વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ એ 100 થી વધીને 107 થઇ જાય. આમ પણ વર્ષ 2020 માં આવનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપ એ 3 બેઠકો જીતવા માંગે છે. ત્યારે આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર ધારાસભ્યો ની સંખ્યા વધવાની શક્યતા જણાય રહી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here