કોણ જીતશે ભાવનગર નો જંગ? કૉંગ્રેશ ના મનહરભાઇ પટેલ છે ફેવરીટ જાણો કેવી રીતે

0

ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં મનહર પટેલ (વસાણી) – કોંગ્રેસ, ડો. ભારતી શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા અપક્ષ, બાબુ મારુ-અપક્ષ, સાગર સીતાપરા- અપક્ષ, હરેશ વેગડ-અપક્ષ છે.

ઉમેદવારી નોંધાવતાં રહેલાં સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. મનહર પટેલે સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મનહર પટેલને ભાવનગરથી મેદાને ઉતારી કોંગ્રેસ પાટીદાર કાર્ડ ખેલ્યું છે. આ અગાઉ મનહર પટેલને વિધાનસભાની ટીકિટ મળી હતી.

જે છેલ્લી ઘટીએ પાછી લઇ લેવામાં આવી હતી. ભાવનગર લોકસભા માટે મનહરભાઇ પટેલનું નામ જાહેર થતા નિલમબાગ સર્કલ ખાતે કોંગ્રેસના તમામ વર્ગના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. મનહર પટેલ કોણ છે ? મનહર પટેલ મૂળ વલભીપુર તાલુકાના પાટણા ભાલ ગામના વતની છે. કૃષિક્ષેત્રે સ્નાતક છે.

ડીપ્લોમા ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો છે. ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે. મનહર પટેલ ભાવનગર અને બોટાદમાં આવેલી વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. હાલ અમદાવાદ રહે છે. સામાજિક તથા સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસમાં પ્રવક્તા તરીકે હાલ જવાબદારી નિભાવતા મનહર પટેલ આ અગાઉ પણ કોંગ્રેસના સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

મનહર પટેલ 2002 માં કોંગ્રેસમાં જોડાયા હતા અને ત્યારથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે. ભાવનગર શહેરની ચિત્રા ખાતે આવેલ તક્ષશીલા એજ્યુકેશનના ટ્રસ્ટી છે. કોંગ્રેસમાં ગુજરાત કિસાન મોરચાના ઉપ પ્રમુખ, ત્યારબાદ ઓબર્ઝવર, કોડીનેટર, એકઝકયુટીવ મેમ્બર સહિતની જવાબદારી સંભાળેલી છે. હાલ તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ડેલીગેટ છે. મનહર પટેલ કૃષિ વૈજ્ઞાનિક તરીકે કામ કરી ચૂક્યા છે તેઓ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક તરીકે સંશોધન કરવાના કામ અને કૃષિ વિષયક શિક્ષણ સાથે 16 વર્ષ કામ કર્યું છે.

તેઓ 20 વર્ષથી કોંગ્રેસ સાથે નિષ્ઠા, ધૈર્ય અને પક્ષને સમર્પિત રહ્યાં છે. તેઓ ખેડૂત પરિવારમાંથી આવતાં કૃષિ વિજ્ઞાની તરીકે કામ કરી ચૂક્યા હોવાથી ખેડૂતોની વાત તેઓ હલ કરવા માટે સતત કામ કરતાં રહ્યાં છે. તેમના દાદા સ્વ.અમલશીભાઈ વસાણી સહકારી પ્રવૃત્તિ અને કેળવણી અગ્રણી રહ્યાં હતા. તેમનો વારસો પૌત્ર પર ઉપરી આવ્યો છે.

મનહર પટેલ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ સમાજ માટે મેડિકલ કેમ્પ, વ્યસનમુક્તિ, ખેડૂતોના સહકારી ક્ષેત્રના પ્રશ્નો સાથે વર્ષોથી કામ કરતાં આવ્યા છે. તેમનો લડાયક અને આક્રમક સ્વભાવ અનેક લડાઈ કરવા માટે કારણભૂત બન્યો છે. ભાવનગરની લોકસભા બેઠક પર ભાજપ પક્ષે કોળી સમાજમાંથી ડો. ભારતીબેન શીયાળની ઉમેદવારી તરીકે પસંદગી કરી તેઓને ફરિવાર ટિકિટ આપી છે.

ભાવનગરની બેઠક પર કોળી અને પાટીદાર સમાજના ઉમેદવાર વચ્ચે લોકસભાનો જંગ જામશે. સુરત પણ ભાવનગર કોંગ્રેસ સાથે રહેશે સુરતની લોકસભા બેઠક પર ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના વતની અશોક પટેલને ટિકિટ ફાળવી છે. કોંગ્રેસે ભાવનગર જિલ્લામાંથી બે પાટીદાર ઉમેદવારોની પસંદગી કરી ટિકિટ ફાળવતા પાટીદાર સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ભાજપના પ્રમુખ માટે પડકાર ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીનો પુત્ર મિત પરિક્ષામાં ચોરી કરતાં પકડાયો ત્યારથી તેમની રાજકીય પીછેહઠ થઈ છે. તે અગાઉ તેઓ ચેક રિટર્ન કેસમાં પકડ વોરંટનો સામનો કરી ચૂક્યા છે. ભાવનગરમાં તેઓની સાથે પાટિદાર રહેતાં હતા કારણ કે સામે પક્ષે કોંગ્રેસમાં કોઈ પાટીદારને મહત્વ આપવમાં આવતું ન હતું.

હવે હાર્દિક પટેલના આવવાથી ચિત્ર બદલાયું છે અને કોંગ્રેસે પહેલી વખત ભાવનગરમાં મજબૂત યુના પાટિદારને ઉમેદવાર તરીકે ઊભા રાખીને વાઘાણીને જ સીધો પડકાર કરી દીધો છે. આક્રમક અને સારા વ્યૂહરચનાકાર મહનર પટેલ હવે વાઘાણીનો સોમનો મક્કમતાથી કરશે. આ કારણસર જ કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે. જેમાં પરેશ ધાનાણી, ડો.કનુભાઈ કળસરીયા તેમની સાથે છે. કદાચ પહેલી વખથ અહીં લાંબા સમય પછી ભાજ સામે પડકા ઊભો થયો છે. 1989 સુધી કોંગ્રેસ જીતી હતી.

ફરી એક તક 1962 ની ત્રીજી લોકસભા ચૂંટણીમાં પ્રજા સમાજવાદી પક્ષના જશવંત મહેતાનો વિજય થયો હતો. સ્વતંત્ર પક્ષનો ઉદય પછી 1971 ની 5 મી લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ભાગલા પછી કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી. 1967 માં ચોપાંખીયો જંગ થતાં કોંગ્રેસના જશવંત મહેતા હાર્યા હતા. સ્વતંત્ર પક્ષના એસ. કે. ગોહિલ જીત્યા હતા. 1989 માં કોંગ્રેસે આ બેઠક જાળવી રાખી હતી. 1990 માં રામ જન્મભૂમિ આંદોલન બાદ 1991 માં મધ્યસત્ર ચૂંટણીમાં પહેલીવાર ભાજપ જીત્યો હતો.

ભાજપના ઉમેદવાર મહાવીરસિંહ ગોહિલે કોંગ્રેસના ઉમેદવાર ધનજીભાઈ બાલધિયા સામે 1 લાખ મતની સરસાઈની જીત મેળવી હતી. હવે ફરી એક વખત કોંગ્રેસને સારા અને કર્તવ્યનિષ્ઠ ઉમેદવાર મનહર પટેલના કારણે જીતની તક મળી છે. શક્તિસિંહના રાજકારણનો ભોગ ભાવનગર બન્યું 1996, 1998, 1999, 2004, 2009 એમ 5 ટર્મ સુધી ભાજપના રાજેન્દ્રસિંહ રાણા જીત્યા હતા. જેની પાછળનું કારણ ભાવનગરમાં શક્તિસિંહનું ગંદુ રાજકારણ જવાબદાર માનવામાં આવે છે. ભાજપની દૃષ્ટિએ ભાવનગર લોકસભા બેઠક સૌથી સલામત બેઠકો પૈકીની એક છે. જેની પાછળનું કારણ એ છે કે, કોંગ્રેસના નિષ્ફળ નેતા શક્તિસિંહ ગોહિલના કારણે 1991 ની સાલથી આ બેઠક ભાજપ જીતે છે.

ભાજપના ઉમેદવાર મોટી સરસાઈથી ચૂંટાતા આવ્યા છે. પરસોત્તમ સોલંકીનું પક્ષાંતર કેમ કરાવ્યું 1996 માં રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ અને અપક્ષ ઉમેદવાર પરસોત્તમ સોલંકી વચ્ચે ત્રિકોણીય જંગ થયો હતો. જેમાં અપક્ષ ઉમેદવાર પરસોત્તમ સોલંકી 1.41 લાખ મત મેળવી ગયા હતા. પછી ભાજપે પરસોત્તમ સોલંકીનું પક્ષાંતર કરાવીને તેને ભાજપમાં લઈ ગયા હતા. ત્યારથી ભાજપ મેદાન મારી જતો હતો. હવે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને ભાજપે બાજુ પર મૂકીને કુંવરજી બાવળીયાને કોળી નેતા બનાવી દેતાં બન્ને ભાઈઓ નારાજ છે.

કોંગ્રેસ માટે ફરી એક વખત જીતની શક્યતા ઊભી થઈ છે. સંનિષ્ઠ રાજેન્દ્રસિંહને મોદીએ કેમ કાપ્યા 2009 માં પણ ત્રીપાંખીયો જંગ થયો હતો. મહાગુજરાત જનતા પક્ષના ગોરધન ઝડફીયા ભાવનગરથી ચૂંટણી લડતાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર મહાવીરસિંહ બી. ગોહિલ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ફરી ભાજપ જીત્યો હતો.

2014 માં ભારતીબેન શિયાળને ટિકિટ આપી હતી. મોદીને સંઘના ચૂસ્ત અને સાચા કાર્યકર રાજેન્દ્રસિંહ રાણા સાથે બનતું ન હોવાથી તેમની ટિકિટ કાપી હતી. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં તળાજા અને બોટાદ જિલ્લામાં ગઢડા બેઠક સિવાય તમામ બેઠક ભાજપે જીતી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું હતું. 9 માંથી 7 ધારાસભ્યો ભાજપના છે. મહુવા, ગારિયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભવનગર પશ્ચિમ, બોટાદ તથા કોંગ્રેસના ગઢડા અને તળાજાનો સમાવેશ થાય છે. ભાજપ બહુ ઓછી સરસાઈથી જીત્યો હતો. 2017 પછી સ્થિતી સુધરી નથી, રૂપાણી સરકારમાં સ્થિતી ખરાબ થઈ છે.

ખેડૂતો ભાજપની સરકારથી નારાજ છે. લોકસભા જ્ઞાતિના સમીકરણ કુલ મતદાર 18 લાખ, કોળી 4.60 લાખ, પટેલ 3.50 લાખ, ક્ષત્રિય 2 લાખ, બ્રાહ્મણ 70 હજાર, વણિક 70 હજાર, માલધારી 60 હજાર, આહીર 60 હજાર ખરક, લુહાર, બાબર અને અન્ય 5 લાખ મતદારો છે.

હવે શું થઈ શકે ઉપરના સમીકરણ જોતા એવું સ્પષ્ટ થાય છે કે, કુંબરજીના ભાજપમાં આવવાથી પરસોત્તમ અને હીરા સોલંકીના ચૂસ્ત ટેકેદારો ખુશ નથી. તેઓ આ વખતે ભાજપથી કંઈક અંશે અલગ થઈ શકે છે. પટેલ, ઉજળિયાત, વણિક, માલધારી, આહિર અને અન્ય જ્ઞાતિ અને ક્ષત્રિય મત કોંગ્રેસ તરફી ઝોક. તેઓ ખેતી, ખેતીના ભાવ, નોટબંધી, બેરોજગારી, સિંચાઈના પાણી, ધંધા મંદ થતાં આ વર્ગ નારાજ છે. તેથી તેઓ ભાજપને ઘણા વર્ષો પછી ભૂલીને કોંગ્રેસને મદદ કરે એવી સ્થિતી મનહર પટેલને ટિકિટ મળતા ઉભરી છે. મનહર ભાઈ ને જોરદાર પ્રતિશાદ મળી રહ્યો છે અત્યારે મનહર પટેલ હોટ ફેવરિટ છે

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here