સુપ્રિમ કોર્ટે કહ્યું, રસ્તાના ઉદઘાટન માટે PM ની રાહ શા માટે જૂઓ છો?

0

એક તરફ દિલ્હીમાં લોકો પ્રદુષણ અને ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને બીજી તરફ ઇસ્ટર્ન પેરીફરલ એક્સપ્રેસવે તૈયાર થઇ ગયો હોવા છતા લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનુ લોકાર્પણ કરવાના છે. હકીકતમાં આ એક્સપ્રેસવેનું મોદી એપ્રિલમાં લોકાપર્ણ કરવાનાં હતા. સિક્સ-લેન એક્સપ્રેસવે દિલ્હીના પ્રદુષણ ઘટાડશે અને ટ્રાફિકજામ પણ ઓછો કરશે.

સુપ્રિમ કોર્ટે આ બાબતે સરકારને કહ્યું કે, શા માટે વડાપ્રધાનના લોકાર્પણની રાહ જૂઓ છો ? દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણ બાબતના કેસને સાંભળી રહેલા ન્યાયાધીસો મદન લાલ બી લોકુર અને દિપક ગુપ્તાએ આ સવાલ ઉઠાવ્યાં હતા.

આ ખંડપીઠે કહ્યું કે, મેઘાલયની હાઇકોર્ટનું બિલ્ડીંગ પાંચ વર્ષથી તૈયાર થઇ ગયું છે અને લોકાર્પણ વગર ત્યાં કામકાજ ચાલી રહ્યું છે. તો પછી એક્સપ્રેસવે માટે કેમ રાહ જુઓ છો ?

સુપ્રિમ કોર્ટે નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કહ્યુ છે કે, આ એક્સપ્રેસવેને 31 મે પહેલા તેને ખુલ્લો મૂકો. આ માટે ઓફિસીયલ લોકાર્પણ થાય કે ન થાય એ જોવાનું નથી. દિલ્હીમાં પહેલેથી જ લોકો ટ્રાફિકથી કંટાળી ગયા છે અને આ બાબત વધુ મોડુ થાય તે લોકોના હિતમાં નથી. આ એક્સ્પ્રેસવેને લીધે બીજા રાજ્યમાં જતા વાહનોને દિલ્હીમાં પ્રવેશ કરવાની જરૂર નહીં રહે. નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વકીલે દલીલ કરી કે, આ હાઇ-વેનું લોકાર્પણ થવાનું જ હતું પણ વડાપ્રધાનની વ્યસ્તતાને કારણે થઇ શક્યુ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here