રેલવે સ્ટેશનના નામ કેમ પીળા રંગના બોર્ડ પર જ લખવામાં આવે છે?

0

આપણે આપણી જિંદગીમાં રેલવેમાં સફર કરતા હોય ત્યારે બારી બાજુ બેઠેલાને લોકો વારે વારે કયું સ્ટેશન આવ્યું, કયું સ્ટેશન આવ્યું કરીને હેરાન કરતા હોઈ ત્યારે આપણે પેલું પીળું પાટિયું ની શોધ કરી ને નામ કેહતા હોઈ પરંતુ તમે કોઈ દિવસ વિચાર્યું કે આ બોર્ડ આ કલરનું જ કેમ છે?

તો વાંચો એનો રોચક ઇતિહાસ રેલવે સ્ટેશનના નામ પીળા રંગના સાઈનબોર્ડ પર કેમ જોવા મળે છે તમે કદાચ રેલવે સ્ટેશન પર જોયું હશે કે રેલવે સ્ટેશનના નામ હંમેશાં પીળા રંગના સાઈનબોર્ડ પર જ લખેલા હોય છે. પણ, શું તમે જાણો છો કે માત્ર પીળા રંગના બોર્ડ પર જ કેમ રેલવે સ્ટેશનના નામ લખેલા હોય છે અને અન્ય રંગના બોર્ડ પર કેમ નહીં? તો ચાલો અમે તમને જણાવીશું આ પીળા રંગના સાઈનબોર્ડ પાછળનું કારણ.

આ કારણે પીળા રંગમાં જોવા મળે છે રેલવે સ્ટેશનોના નામ.

પીળો રંગ સૂર્યની ચમકદાર રોશની પર આધારિત છે. પીળા રંગનું સીધુ કનેક્શન ખુશી, બુધ્ધિ અને ઊર્જાની સાથે જોડાયેલું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પીળા રંગનું બેકગ્રાઉન્ડ અન્ય રંગોના મુકાબલે વધુ સારી રીતે કાર્ય કરે છે.

પીળા રંગના બોર્ડ પર કાળા રંગનું લખાણ વધુ પ્રભાવશાળી પીળા રંગના બોર્ડ અથવા બેકગ્રાઉન્ડ પર કાળા રંગનું લખાણ સૌથી વધુ પ્રભાવશાળી હોય છે કે જે ખૂબ દૂરથી પણ સાફ રીતે દેખાઈ આવે છે. આ સિવાય વાસ્તુશિલ્પ અને મનોવૈજ્ઞાનિકોનું તારણ ધ્યાનમાં રાખતા પણ એવું જાણવા મળે છે કે પીળા રંગના સાઈનબોર્ડ રાખવા વધુ યોગ્ય છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here