અમદાવાદના લાલદરવાજા પાસે ટ્રાફિક પોલીસને કડવો અનુભવ, બે શખ્સોનો વિચિત્ર કિસ્સો સાંભળી તમે પણ ચોંકી જશો

0

હજુ તો ટ્રાફિકના નવા નિયમોની શરૃઆત થવાને ગણતરીના કલાકો થાય છે ત્યાં લાલ દરવાજા નજીક જૂની જુમ્મા મસ્જીદ સામે એક એવો કિસ્સો બન્યો છે જેના કારણે પોલીસ કર્મી ને પણ તફલિક પડી હતી આ વ્યક્તિઓના કૃત્ય થી ટ્રાફિક પોલીસની પણ તકલીફ પડી છે.

આ બે વ્યક્તિઓ બાઇક પર આવ્યા અને ટ્રાફિક પોલીસ ની મેમો બુક લઇ બાઇકસવાર બે શખસો નાસી ગયાનો વિચિત્ર હતા. ટ્રાફિક પોલીસને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા. અન્ય પોલીસકર્મીઓએ બાઇક પર પીછો કરતા નાસી રહેલા શખસે મેમો બુક ફેંકી દીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.

જોકે ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. લાલ દરવાજા જૂની મસ્જીદ સામે આજે સાંજે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપી રહી હતી.

ત્યારે બાઇક પર સવાર બે શખસોએ હેલ્મેટ પહેર્યું ન હતુ. ટ્રાફિક પોલીસે તેમને અટકાવી મેમો આપ્યો હતો. બંને શખસો બાઇક પર બેઠા હતા અને મેમોમાં સહી કરવા માટે મેમો બુક ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને આપતા બંનેએ મેમો બુક આંચકી બાઇક ભગાવ્યું હતુ.

મેમો બુક લેતી વખતે પોલીસકર્મીને પાછળ બેઠેલા શખસે ધક્કો મારી દીધો હતો. આ જોઇ અમુક પોલીસ કર્મીઓ તેને પકડવા દોડયા અને પીએસઆઈએ બાઈક પર પીછો કર્યો હતો. તે જોઈને બંને શખસોએ મેમો બુક રસ્તામાં નાખી ભાગી ગયા હતા.

આ અંગે ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતુ કે, પોલીસકર્મીને બાઇકચાલકે ધક્કો માર્યો હતો તેથી તેને પકડવા માટે પોલીસકર્મીઓ પાછળ દોડયા હતા. ખરેખર આરીતે આપણે કોઈ પણ સરકારી કર્મચારી ની સાથે આવું ન કરવું જોઈ એ ઘણી વખત એવું પણ બની શકે છે. કે તમારો એ ધક્કો પોલિસ કર્મચારી ના ઘરની લાઈટ બંધ કરી શકે છે. જો તમારા ધક્કા ના કારણે પોલીસ કર્મી રોડ પાર પટકાય તો તેને વધારે ઇજા પણ થઈ શકે છે માટે આ બાબતે તમારે ધ્યાન રાખવું જોઈએ.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here