હાથમાં દીકરાના લગ્નનું કાર્ડ લઈને રડતાં રહ્યાં માતા-પિતા, જુવો કેવી રીતે આપી અંતિમ વિદાય

0

પાકિસ્તાનની વધારે એક નાપાક હરકતનાં કારણે દેશનો વધારે એક પુત્ર શહીદ થયો છે. શનિવારે LOC પર રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં IED ને ડિફ્યુઝ કરતા સમયે વિસ્ફોટ થઇ ગયો હતો.

આ વિસ્ફોટમાં સેનાના મેજર ચિત્રેશ સિંહ બિશ્ટ શહીદ થઇ ગયા હતા. 31 વર્ષના ચિત્રેશની આવતા વર્ષે માર્ચમાં લગ્ન થવાના હતા.

તેઓ દહેરાદુનનાં રહેવાસી હતા અને તેમના પિતા ઉતરાખંડ પોલીસમાં ઇન્સપેક્ટર હતા. મેજર ચિત્રેશ ઉપરાંત એક અન્ય જવાન પણ શહીદ થયા હતા. તેને એરલિફ્ટ કરીને સારવાર માટે ઉધમપુર મુખ્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ દરમિયાન એન્જિનિયર્સ વિભાગનાં મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થઇ ગયા હતા. તેઓ 21 જીઆરમાં ફરજંદ હતા. તે અગાઉ 15 ઓગષ્ટે ચિત્રેશે 15-18 આઇઇડીને ડિફ્યુઝ કરી હતી. જે તેમની કંપનીનાં બેઝ કેમ્પમાં લગાવાઇ હતી. ચિત્રેશ ભારતીય સેન્ય એકેડેમીમાં દેહરાદુનથી 2010 માં પાસ આઉટ થયા હતા.

ચિત્રેશનાં પિતા એસએસ બિષ્ટ ઉતરાખંડ રાનીખેતનાં પીપલી ગામના રહેવાસી છે. ચિત્રેશનાં સાત માર્ચે લગ્ન થવાના હતા. તેના માટે લગ્નના કાર્ડ છપાઇ અને વહેંચાઇ પણ ચુક્યા હતા. શનિવારે જ્યારે ચિત્રેશનાં પિતા લગ્નના કાર્ડ વહેંચીને પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમને પુત્રની શહાદતના સમાચાર મળ્યા હતા. તેના પિતા ને ખૂબ જ આઘાત લાગ્યો હતો પરિવાર એ એકદમ તો સતભ થઈ ગયા હતા પરિવાર આખો શોક માં છે ગ્રામજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો બધા એ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા અને એક જ માગ કરી કે આતંકવાદી ઓને જડમૂડ માં થી નાબૂદ કરી દો.

ચિત્રેશ બિષ્ટને દહેરાદૂનમાં અંતિમ વિદાય આપવામાં આવી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા. શહીદ ચિત્રેશ અમર રહે અને પાકિસ્તાના મુર્દાબાદના નારા લાગતા હતા. મેજર ચિત્રાંશના 7 માર્ચે લગ્ન થવાના હતા. ઘરમાં લગ્નની તડામાર તૈયારી ચાલી રહી હતી. આ સમયે દીકરાના શહાદતના સમાચાર આવ્યાં.

28 ફેબ્રુઆરીએ ચિત્રાંશ તેના લગ્ન માટે રજા લઈને ઘરે આવવાનો હતો. માને કહ્યું હતું નવી સાડી લાવીશ અને તે જ લગ્નમાં પહેરે જે. તેમની આ એક નહીં એવી કેટલીય ઇચ્છાઓ હતી જે હવે ક્યારેય બધી જ અધૂરી રહી ગઈ.

નૌશેરા સેક્ટરમાં શહીદ થયેલા ચિત્રાંશને તેના મિત્રો ટાઇગર ભાઇ કહીને બોલાવતા. મેજર ચિત્રાંશ ખૂબ જ બહાદૂર, સાહસિક અને હિંમતવાન હતા.

સોમવારે સૈન્ય હોસ્પિટલથી તેમના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો. ત્યારબાદ મેજર ચિત્રેશ બિષ્ટના માતા-પિતા હાથમાં દીકરાના લગ્નનું કાર્ડ લઈને વિલાપ કરી રહયાં છે. તેમની વ્યથા અને વેદના એટલી અસહ્ય છે જેને શબ્દમાં રજૂ કરવી શક્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કરી શકાય.

માતૃભૂમિ માટે ખુશહાલ જિંદગીનું દાન કરનાર આ વીર શહીદની શહાદતને દેશ ક્યારેય નહીં ભૂલી. દેશ સદા સદા માટે તેનો ઋણી રહેશે. ન જાણે આ શહાદતનું કર્જ આપણે ક્યારે અને કેવી રીતે ચૂકવશું તે એક વેધક સવાલ છે. જો કે અફસોસ આટલા વીરોની શહાદત બાદ પણ આ સવાલ હજુ નિરૂતર છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here